________________
સમગ્ર દર્શન વાત કહી રહ્યો છું. મારા આ શબ્દોને ખોટી રીતે સમજીને એમ ન કહેશે કે હું બાહ્ય જગતના ઇન્દ્રિયગ્રાહ્ય પદાર્થોને એક કે અખંડ કહી રહ્યો છું. મારું પ્રજન કેવળ જ્ઞાનના સ્વરૂપનું તથા તેની વિચિત્ર શક્તિનું દર્શન કરાવવાનું છે. જે “અવિદ્યા (અજ્ઞાન)ને કારણે તે પિતાની પૂર્ણતાને ભૂલીને શુદ્ર બની ગયે છે તે અવિદ્યા પર વિજય પ્રાપ્ત કરાવ તે મારું મુખ્ય પ્રયજન છે.
જે પ્રકારે અવિદ્યાવશ જ્ઞાનને પૂર્ણ અથવા સમગ્ર પણે ગ્રહણ ન કરીને તેમાં અહં-ઈદે (જ્ઞાતા-ય)નો ભેદ ઉત્પન્ન કરીએ છીએ અને તે પ્રકારે તેને મુદ્ર બનાવીએ છીએ એ પ્રકારે અવિદ્યાવશે આપણે એ જ્ઞાનના યને અર્થાત્
કલેકપ્રમાણ આ વિશ્વને પૂર્ણ કે સમગ્રપણે ગ્રહણ કરતા નથી. તેમાં આ – તે, અહીં – ત્યાં, હમણું – પછી, એવા અનેક ભેદ ઉત્પન્ન કરીએ છીએ, અને તેને શુદ્ર બનાવીએ છીએ.
જે પ્રમાણે શરીરને એક એકમ તરીકે જોતાં હાથ-પગ આદિ ભિન્ન અંગેયુક્ત આ શરીર એક અને અખંડ છે પરંતુ ભેદદષ્ટિએ જોતાં આ હાથ પગ આદિ વિવિધ અંગેના રૂપમાં તે ભિન્ન પ્રતીત થાય છે, તે પ્રમાણે એક એકમની દૃષ્ટિએ જોતાં અનંતા, અનંત ચેતન-જડ પદાર્થો સહિત આ વિશ્વ એક અખંડ મહાસત્તા છે, પરંતુ ભેદદષ્ટિથી જોતાં તે પદાર્થો ભિન્ન ભિન્ન પ્રતીત થાય છે. તેને એ પ્રકારે ભેદરૂપે જોવું તે અવિદ્યા છે, તથા એક મહાસત્તા રૂપે જેવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org