________________
ક રહસ્ય
२४
અનેની પ્રતીતિ એ પ્રકારમાં થાય છે. અંતઃકરણમાં તે જ રામલાલ, તે જ મંદિર તથા તેમાં સ્થાપિત ભગવાનની પ્રતિમા સ્પષ્ટ પ્રતીતિના વિષય બની રહે છે. અંતરમાં રહેલા એ રામલાલ અહમિદ જાનામિ' કહેનારા પ્રતીત થાય છે, તે માહ્ય પ્રકારમાં પણ પ્રતીત થાય છે. તેમાં કેવળ એટલું જ અંતર છે કે બાહ્ય રામલાલનું તથા તેની સમક્ષ વિદ્યમાન બાહ્ય પ્રતિમાનું દર્શન જે પ્રકારે બીજી વ્યક્તિ કરી રહી છે તે પ્રકારે અભ્યંતર રામલાલની તથા તેની સમક્ષ વિદ્યમાન અભ્યંતર પ્રતિમાની પ્રત્યક્ષતા કરવા અન્ય વ્યક્તિ સમથ નથી.
બાહ્ય રામલાલ ઉપરાંત આ ખીજા અભ્યંતર રામલાલ તથા બાહ્ય પ્રતિમા ઉપરાંત આ બીજી અભ્યંતર પ્રતિમા વાસ્તવમાં શું વસ્તુ છે તે વિચારવા જેવું છે. તે ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં રહેલા સ્વતંત્ર સત્તાધારી પદાર્થ છે કે કઈ અન્ય છે? તમારું અંતઃકરણુ સ્વયં એ વાતનું સાક્ષી છે કે આ મને વસ્તુ ખાદ્ય દૃષ્ટિએ સ્વતંત્ર સત્તાધારી પદાથ નથી પણ જ્ઞાનાત્મક છે. એ બંને જ્ઞાનમાં કલ્પિત આકૃતિ સિવાય કંઇ નથી. એ ઉપરથી સિદ્ધાંત ફલિત થાય છે કે અભ્યંતર જગતમાં પ્રતીત થતાં અહુ' તથા ઈ માહ્ય જગતના જેવાં જ નામ તથા રૂપને ધારણ કરે છે, છતાં તે સ્વતંત્ર પદાર્થ નથી પરંતુ જ્ઞાનમાં ઉત્પન્ન થતી કલ્પના છે.
૩. માયા
તે ઉપરથી એક ખીન્ને સિદ્ધાંત આપે।આપ ઉત્પન્ન થઈ જાય છે કે જ્ઞાનમાં એક એવું સામર્થ્ય છે કે વસ્તુતઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org