________________
કમરહસ્ય
જ્ઞાનના સંબંધમાં પ્રસ્તુત વિચારધારામાં આપણને અહં” તથા “ઈદં' અર્થાત્ “હું” અને “આ”, જ્ઞાતા તથા ય એમ બે પદાર્થોનું દર્શન થાય છે. “જાનામિ (જાણું છું) તે એક ક્રિયા છે, તે જ્ઞાતા તથા 3ય બંનેમાં મધ્ય સેતુનું કામ કરે છે. તે અહં(જ્ઞાતા)ને ઈદે (ય)ની સાથે અને ઈદને અહંની સાથે જોડે છે. હું જાણું છું. હું ઘડાને જાણું છું. હું શાસ્ત્રના વાચ્યાર્થને જાણું છું. આ ત્રણે પ્રકારમાં જાનામિ ને વાચ્યાર્થ આબાલવૃદ્ધ જાણી શકે છે. કારણ કે જાનનરૂપ (જાણવાની) ક્રિયાની પ્રતીતિ સર્વ કેઈ કરે છે. તેથી “અહ” તથા “ઇ” એ બે પદોને વાચ્યાર્થ મનનીય છે, વિચારવા જેવું છે. - તમારા મનમાં એવી શંકા થવાની સંભાવના છે કે
જાનામિરની જેમ “અ” તથા “ઈદં'ને અર્થ સર્વત્ર પ્રસિદ્ધ છે, તે પછી શા માટે તેનું વ્યર્થ વિવેચન કરવું? આ વ્યર્થ વિવેચન નથી. આ બંને પદોના વિચારે દ્વારા આપણે અત્યંતર જ્ઞાનની પ્રક્રિયાના એક વિશેષ રહસ્યનું ઉદ્ઘાટન કરવાનું છે. તેથી ખૂબ સાવધ રહીને આ વાતનું શ્રવણ કરજે, એનો વિચાર કરશે તથા અંતરમાં સ્થિરતાપૂર્વક મારા શબ્દસંકેતેના અર્થનું નિરીક્ષણ કરતા રહેજે. બાહ્ય જ્ઞાનના વિષયમાં જેમ અહં (જ્ઞાતા) તથા ઈદ (ય) પ્રસિદ્ધ છે તેમ અભ્યતર જ્ઞાનના ક્ષેત્રમાં નથી. બાહ્યજ્ઞાનની પ્રક્રિયાને ઉદાહરણ તરીકે લઈને જ અત્યંતર જ્ઞાનની પ્રક્રિયાનું અધ્યયન કરી શકાય છે. તેથી પ્રથમ આપણે બાહ્ય જ્ઞાનની પ્રક્રિયાનું વિશ્લેષણ કરીશું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org