________________
૧૩.
અત્યંતર જગત જોઈએ, વગેરે અનેક વિકલ્પ ઉત્પન્ન થઈને તમારા ચિત્તને ઘેરી લે છે. તે સમયે તમે સર્વ વસ્તુને ભૂલી જાઓ છો.
એ પ્રકારે ઠોઈ પણ વિષયને પ્રાપ્ત કરીને તમારા ચિત્તમાં સર્વદા કંઈ ને કંઈ કરવા અથવા રોકવાની એક પ્રથમ કુરણા જાગ્રત થઈ જાય છે. આ પ્રથમ ફુરણાનું નામ સંકલ્પ છે. તે સંકલ્પને કેન્દ્રમાં સ્થાપિત કરીને તેની અવાક્તર (બીજ) ક્ષણમાં અનેક વિકલપ જાગ્રત થઈ જાય છે. તે સર્વે વિકપ સંકલ્પ નામના તે કેન્દ્રબિન્દુની પરિક્રમા કરીને વિશાળ ક્ષેત્ર પ્રાપ્ત કરે છે. તે ક્યાંથી નીકળશે અને કયાં પહોંચશે તેને કેઈ નિયમ નથી. અર્થથી અર્થાતર કે વિષયથી વિષયાંતર થઈ તે દૂર સુદૂર પહોંચી જાય છે.
જેમ કે ભિક્ષુકની બાબતમાં તેને પચીસ પૈસા આપીને દૂર કરું, એ તમારા ચિત્તમાં ઊઠતી સંકલ્પની પ્રથમ સ્કુરણું છે. તેને કેન્દ્રમાં સ્થાપિત કરીને તે પછીની ક્ષણેમાં “આ લેકેની સુધારણા થવી જોઈએ. એવી બીજી ફેરણાએ થાય છે, તે સંકલ્પની પાછળ તેની પ્રદક્ષિણા કરવાવાળે પ્રથમ વિકલ્પ છે. વળી તેની પ્રદક્ષિણા કરીને બીજી જ ક્ષણમાં બીજા વિકલપ ઉત્પન્ન થાય છે કે “ભારતમાં જ આવી ભીખ માગવાની પ્રથા છે. વળી તે બીજા વિકલ્પની પાછળ ત્રીજો વિકલ્પ ઊઠે છે કે “આ ભીખ માગવાનું કારણ ભારતની ગરીબી છે. આમ એક પછી એક અનેક વિકલ્પ ચિત્તમાં ઊડ્યા કરે છે.
આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે એક ભિખારીને પૈસા આપવાના સંકલ્પથી પ્રારંભ થયેલા તમારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org