________________
સ્વાતંત્ર્ય
૧૯૯ બાધિત ન થાય, અને તમારા માર્ગને આવરણ ન આવે. વાસ્તવમાં એમ જ છે પણ તેને સૂક્ષ્મતાથી વિચારવું આવશ્યક છે. દ્રવ્યકર્મોને અથવા સંસ્કારને બંધ જીવનાં ભાવકર્મોની માત્રાને અનુસરે છે તે સત્ય છે તે પ્રકારે જીવનાં પરિણામ કર્મોદયની માત્રાને અનુસરે છે. પરંતુ સૌભાગ્યવશ કર્મોને ઉદય તેને બંધની માત્રાને અનુસરો નથી. ઉદય તથા બંધની વચમાં સત્તાના કેષની ઊંડી ખાઈ પડી છે, જેમાં પ્રતિસમયે અનેક પરિવર્તન થયા કરે છે. ઉત્કર્ષણ, અપકર્ષણ તથા સંક્રમણ નામથી તેને ઉલ્લેખ અગાઉ કરવામાં આવ્યું છે.
જેકે ઉદયની મર્યાદામાં પ્રવેશ થયા પછી કર્મ કે સંસ્કારમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થવું સંભવ નથી. છતાં ઉદયની મર્યાદામાં પ્રવેશ થતા પહેલાં તેમાં પરિવર્તન થવું સંભવ છે. બંધના અમુક સમય પછી દ્રવ્યકમ અથવા સંસ્કાર જીવને પિતાને પ્રભાવ બતાવવાને પ્રારંભ તે કરી જ દે છે. છતાં સત્તાગત દ્રવ્યની અપેક્ષાએ તેનું પરિણામ ઘણું ગૌણ હોય છે. સત્તાગત સર્વ દ્રવ્યની સ્થિતિ એટલી લાંબી હોય છે કે ઉત્કર્ષણ, અપકર્ષણ કે સંક્રમણની વિવિધ શ્રેણીઓને પાર કરતાં કરતાં તે ઉદયની મર્યાદામાં પ્રવેશ કરે ત્યાં સુધીમાં તેનું સ્વરૂપ કેટલુંયે બદલાઈ જાય છે. કેમ કે સંસ્કાર જ્યાં સુધી ઉદયની મર્યાદામાં પ્રવેશ કરતાં નથી ત્યાં સુધી જીવનાં પરિણામે ઉપર તેને કંઈ પ્રભાવ પડ સંભવ નથી. કર્મસિદ્ધાંતના આ જ તથ્યમાં આપણે સ્વતંત્રતા સિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org