________________
દસ કરણ
૧૯૩
અને સંસ્કારની શક્તિ ક્ષીણ થઈને ઉદયમાં આવે છે તે ક્ષપશમ કહેવાય છે.
સંસ્કારની આ અવસ્થામાં ક્ષય તથા ઉપશમ બંનેનું સંમિશ્રણ ક્ષોપશમ છે તેથી સંજ્ઞાને સાર્થક છે. વર્તમાનમાં ઉદય આવવા ગ્ય સંસ્કારની શક્તિ ઉદયમાં આવતા પહેલાંની ક્ષણમાં અત્યંત ક્ષીણ હોય છે તે તેને ક્ષય હોય છે, અને ભવિષ્યમાં ઉદય આવવા ગ્ય સંસ્કારે સત્તાના કેષમાં જેમ છે તેમ પડી રહે છે. અપકર્ષણ-ઉપકર્ષણને પ્રાપ્ત થતા નથી તે તેને ઉપશમ છે. જે એમ ન હોય તે અપકર્ષણ દ્વારા પિતાના ઉદયકાળ પહેલાં તે ઉદયમાં આવીને ઉપશમને છિન્નભિન્ન કરી દે. જો કે અહીં ઉપશમને સર્વથા અભાવ નથી. પરંતુ જેટલે ઉદય અહીં ઉપલબ્ધ હોય છે, તેટલી શક્તિ અત્યંત ક્ષીણ હોય છે. તેથી તેની ગણના ગૌણ હોય છે.
જે પ્રકારે લાંબે સમય આંખ બંધ કરવાથી રોગીનાં નેત્રસ્પંદન સદાને માટે બંધ થઈ જાય છે, તેથી સ્વસ્થ વ્યક્તિની જેમ રેગી નેત્રને પૂર્ણ પણે ખેલી શક્તિ નથી. તે પ્રમાણે કેટલાયે જન્મ સુધી ક્ષાપશમિક ભાવથી બહાર-અંદર ઝૂલતું રહેવાવાળું ચિત્તસ્પંદન સદાને માટે શાંત થઈ જાય છે અને વ્યક્તિ પૂર્ણ પણે સમતાની ભૂમિમાં પ્રવેશ કરે છે. તે પ્રકારે એ વ્યક્તિ સમતાને હસ્તગત કરીને સદાને માટે નિશ્ચિત્ત થઈ જાય છે. તેનું તાત્પર્ય એ છે કે તે અવસ્થામાં સંસ્કારનું મૂલેચ્છેદન થઈ જાય છે.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org