________________
દસ કરણ
૧૮૯ યાદ રહે કે અપકર્ષણ કે ઉત્કર્ષણ દ્વારા સંસ્કારોની સ્થિતિમાં તથા અનુભાગમાં અંતર પડવું તથા સંક્રમણ દ્વારા તેની જાતિનું બદલાઈ જવું તે ત્રણે કાર્ય સત્તામાં રહેલા તે તે પ્રકારના સંસ્કારમાં જ સંભવ છે. જોકે ઉદયની પ્રતીક્ષામાં સત્તામાં કર્મો પ્રસુપ્ત પડેલાં રહે છે. ઉદયની સમામાં પ્રવેશ થઈ ગયા પછી તેમાં કઈ પરિવર્તન થવું સંભવ નથી. જેવા તથા જે સંસ્કાર ઉદયની સીમામાં પ્રવેશ કરે છે તેનું ફળ અવશ્ય જોગવવું જ પડે છે. અર્થાત્ તે. તે કર્મો તેને પૂરે પ્રભાવ પ્રકાણ્યા વગર દૂર થતાં નથી. ૪, ઉપશમ, ક્ષય, ક્ષપશમ
જે પ્રકારે કન્યાના લગ્ન જે કઈ મેટે પ્રસંગ પૂર્ણ થયા પછી ચિત્ત ડી વાર માટે શાંત થાય છે. અથવા કઈ પ્રકારની પરીક્ષા આપ્યા પછી વિદ્યાથી થડા સમય માટે મુક્ત થઈ જાય છે, તેના ફળસ્વરૂપે શાંતચિત્ત થઈને છેડી વાર વિશ્રામ લઈ લે છે તે પ્રકારે સેવા, પ્રેમ, ભક્તિ આદિ કઈ સાત્વિક કાર્યમાં ઉપયુક્ત થવાથી વ્યક્તિના સંસ્કાર થોડી વાર માટે શાંત થઈ જાય છે, અથવા ફળાદાનથી મુક્ત થઈ જાય છે, તે સમયે થેડી પળે માટે જીવ તે સંસ્કારથી મુક્તિ અનુભવે છે. સંસારગત ક્ષોભ પણ ત્યારે ક્ષણિક વિશ્રાંતિ લે છે. તેને શાસ્ત્રીય ભાષામાં “ઉપશમ કહે છે. તેની અલ્પમાત્ર કાળઅવધિ પૂરી થઈ જાય છે ત્યારે સંસ્કાર પુનઃ જાગ્રત થઈ પૂર્વવત્ પિતાને પ્રભાવ પ્રકાશે છે. જોકે ઉપશમની એ અપ કાળ-અવધિમાં સંસ્કારને પ્રભાવ દૂર થવાથી જીવ સ્વયં સમતા તથા શમતાને અનુભવ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org