________________
સંસ્કાર
૧૭૭ ઉત્તરોત્તર ઘેરે બનતું જાય છે. જેમ કુવાના કાંઠા પર પુનઃ પુનઃ ઘડે અથડાવાથી તે જગાએ ખાડો પડી જાય છે પછી તેને પૂરો કઠણ પડે છે, તેમ સંસ્કાર માટે સમજવું. ક, સંસ્કારવિદને ક્રમ
છતાં એને અર્થ એ નથી કે તે સંસ્કાર નાશ પામતા જ નથી, જોકે તેને નાશ થવે મુશ્કેલ છે છતાં અસંભવ નથી. જેમ કૂવાના કાંઠા પરના ખાડાને કોઈ સાધન વડે સમતલ કરી શકાય છે તેમ અનુકૂળ ચેતન કે અચેતન સામગ્રીની સહાયથી ચિત્તગત સંસ્કારને નાશ કરી શકાય છે કે પરિવર્તન કરી શકાય છે.
કેઈ એક વ્યક્તિને દરેક વાતમાં ગાળ દેવાની આદત પડી ગઈ છે. છતાં તેને પિતાને તેનું ભાન નથી કે ક્યારે તેના મુખમાંથી એવા શબ્દ નીકળે છે. તેના કોઈ એક મિત્રે તેનું ધ્યાન દોર્યું, તેથી તેને કંઈ લજજા થઈ, અને પિતાના મિત્રને વિનંતી કરી કે તે તેને વારંવાર તેની સ્મૃતિ આપ. ત્યાર પછી જ્યારે જ્યારે તેના મુખમાંથી ગાળ નીકળતી ત્યારે તે મિત્ર તેનું ધ્યાન દોરતે. મિત્ર દ્વારા લક્ષ્ય કરાવવાથી તે દરેક સમયે પિતાના દેશને સ્વીકાર કરતે, અને સાથે પશ્ચાત્તાપ પણ કરતા. પછી મિત્ર ધ્યાન ન દોરે તે પણ તેનું પિતાનું જ ધ્યાન તે તરફ રહેવા લાગ્યું. બહારને મિત્ર કઈ વાર હોય કે ન હોય, પણ અંદરને મિત્ર જાગી ગયું હતું, અને તે સદા સર્વદા સાથે હતું. તેના પરિણામે તેનું લક્ષ હવે મુખમાંથી શબ્દ ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org