________________
૧૭૪
કરહસ્ય પદચિહ્ન જેવાં નથી. કાર્ય કે કર્મને કોઈ હાથપગ હોતા નથી કે જે દ્વારા પદાતિ જેવું કંઈ ચિહ્ન બનાવી શકાય. ચિત્ત કેવળ માટીની ભૂમિ જેવું નથી. આ કેવળ સમજવા કે સમજાવવા માટેનું ઉદાહરણ છે. ચિત્ત અને કર્મ બંને જ્ઞાનાત્મક છે, તેથી તેનું ચિહ્ન જ્ઞાનાત્મક જોઈએ. સામાન્ય ભાષામાં આપણે તેને ટેવ કે આદત કહીએ છીએ અને શાસ્ત્રીય ભાષામાં આપણે તેને ધારણ અથવા સંસકાર કહીએ છીએ. જેમ ટાઈપના મશીન પર કેટલેક સમય અભ્યાસ કરવાથી ટાઈપ કરવાને મહાવરે થઈ જાય, જેમ ઘેડ સમય માતાને હાથ પકડીને ચાલવાથી બાળકને ચાલવાની આદત પડે છે, વળી કઈ એક ભાષા અમુક સમય સુધી બોલતા રહેવાથી તે ભાષા બોલવાની ટેવ પડે છે, તેમ સર્વ ટેવ માટે સમજવું.
કાર્ય કે કર્મ કંઈ પણ જાણવા, બલવા, ધારણ કરવા કે ભેગવવાનું હોય તે નિરંતર થયા કરે છે, પછી તેની એક આદત બની જાય છે. તે આદત જ સંસ્કાર શબ્દને સંકેત કરે છે. જાણવાની ક્રિયાને ધારણ અથવા સ્મૃતિ કહે છે. અને બલવા, કરવા અથવા ભેગવવાના ક્ષેત્રમાં તેને સંસ્કાર કહે છે. ભક્તામર વગેરે પાઠોનું પુનઃ પુનઃ રટણ કરવાથી અથવા કોઈ વ્યક્તિ કે ઘટનાને બેચાર વાર જેવાથી તે સ્મૃતિને વિષય બને છે. તે જ્ઞાનગત ધારણું છે. તે પ્રકારે ગરદન ઝુકાવીને ચાલવાની ટેવ પાડવાથી તેવી ટેવ પડી જાય છે. પુનઃ પુનઃ ભાઈ, અરે, વગેરે શબ્દ બોલવાથી તેવી ટેવ પડે છે. શરાબ, બીડી જેવા વ્યસનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org