SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન્મુક્તિ ૧૬૭ ૩. સમન્વય ભલે વ્યવહારભૂમિ પર વિધિ-નિષેધમાં, ગ્રહણ-ત્યાગમાં, કર્તવ્ય-અકર્તવ્યમાં, કે પુણ્ય-પાપમાં અંતર રહે, પરંતુ વિકલ્પ-મુક્તિને અધિકાર પ્રસ્તુત થતાં તેમાં કઈ અંતર નહિ રહે. વિધિ અને નિષેધ બંને વિકલ્પ છે. બંને દ્વારા ચિત્ત વિકલપની જાળમાં ફસાય છે. અંતર કેવળ અહંકારના રૂપમાં છે. વિધિ-ગ્રહણના પક્ષમાં “મેં આ કામ કર્યું', “હું અમુક પદાર્થ પર પ્રયોગ કરું છું, એ અહંકાર રહે છે. નિષેધ તથા ત્યાગના પક્ષમાં હું આવું કામ નહિ કરું, “મેં આ વસ્તુને ત્યાગ કર્યો છે, એ અહંકાર રહે છે. બંને અહંકાર છે. જે પ્રકારે વસ્તુના ગ્રહણથી તેના વિકલપને નિષેધ નથી થતે તે પ્રકારે વસ્તુને ત્યાગથી પણ વિકલ્પોને. નિષેધ થતું નથી. આ રહસ્યને સમજાવવા માટે ગુરુએ પિતાના શિષ્યને એક દિવસ આદેશ આપ્યું કે આજે ભજન કરતી વખતે હાથીનું ધ્યાન કરવું નહિ. શિષ્ય જાણ્યું કે આ વાત તદ્દન સરળ છે. ભેજનના સમયે તો શું પણ અન્ય સમયે પણ હાથીનું ધ્યાન હું તો કરેત જ નથી. પરંતુ જ્યારે તે ભેજન કરવા બેઠો ત્યારે તે તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો ! આ શું? આજે હાથી જ ચિત્તસ્મૃતિમાં આવ્યા કરે છે. અને વ્યાકુળ થઈ મનમાં કહેવા લાગ્યું કે અરે હાથી ! તું અહીંથી દૂર થા. મને ગુરુજીની આજ્ઞા છે કે હાથીનું ધ્યાન ન કરવું. મેં તને બોલાવ્યા નથી, તે જ આવતે પણ નથી. આજે કયાંથી નીકળી પડ્યો. દૂર થા, અહીંથી દૂર થા. હવે જુઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy