________________
૧૬૪
કર્મ રહસ્ય. છે. પારમાર્થિક સાધનાના ક્ષેત્રમાં વ્રત, ત્યાગ આદિને જે ઉપદેશ આચારશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તેમાં પણ તાત્વિક દૃષ્ટિએ જોતાં રાગદ્વેષ તે છે જ. અહીં તાત્વિક સત્યની પરીક્ષા કરવામાં આવે છે, આચારશાસ્ત્રને તિરસ્કાર નહિ. આપણે તે કેવળ એ જોવાનું છે કે અહીં પણ કંઈક આકર્ષણ છે કે નહિ. શુભમાં પ્રવૃત્તિ, અશુભમાંથી નિવૃત્તિ. દેવપૂજા આદિ કેઈ વિષનું ગ્રહણ અને વિષયભેગ વગેરે કોઈ વિષને ત્યાગ તે રાગદ્વેષ છે. આ સાંભળીને આશ્ચર્ય ન પામશે.
એક વાત અવશ્ય છે કે ભેગાકાંક્ષાવાળા લૌકિક રાગશ્રેષમાં તથા આત્મકલ્યાણની આકાંક્ષાવાળા પારમાર્થિક રાગહેવમાં આકાશપાતાળનું અંતર છે. લૌકિક રાગદ્વેષથી જ્યાં વિષયાસક્તિની વૃદ્ધિ થાય છે ત્યાં પારમાર્થિક રાગદ્વેષથી તે વિષયાસક્તિની હાનિ થાય છે. ભૌતિક રાગદ્વેષથી જ્યાં ક્રોધાદિ કષાયની ઉત્પત્તિ થાય છે ત્યાં પારમાર્થિક રાગ-- શ્રેષથી તેની હાનિ થાય છે. લૌકિક રાગદ્વેષથી જ્યાં અશુભ. અથવા પાપને બંધ થાય છે અને તેના ફળસ્વરૂપે અનેક પ્રકારનાં દુખની પ્રાપ્તિ થાય છે ત્યાં પારમાર્થિક રાગશ્રેષથી શુભ અથવા પુણ્યને બંધ થાય છે અને તેના ફળસ્વરૂપે અનેક સુખની પ્રાપ્તિ થાય છે. આમ છતાં પણ બંને પ્રકારમાં રાગદ્વેષ છે અને તેના દ્વારા થતે પાપ અથવા પુણ્યને બંધ તે પણ આખરે બંધ છે. રાગદ્વેષ, પુણ્યપાપ તે સર્વ પરસ્પરવિરોધી ઠંદ્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org