________________
જીવન્મુક્ત
૧૬૩ છે. તેનાથી વિપરીત અસંતોષ તે પાપ હોવાથી દુઃખ છે. સુખ-સંપાદક સામગ્રી મારી છે અને દુઃખ-ઉત્પાદક સામગ્રી તારી છે, મારા સુખમાં સહાયક હોવાથી વ્યક્તિ સજજન તથા મિત્ર છે, સુખવિઘાતક તથા દુઃખવર્ધક હેવાથી તે દુર્જન કે શત્રુ છે. સજજન, મિત્ર, કંચન તથા મહેલ ઈષ્ટ છે; દુર્જન, શત્રુ, પાષાણ તથા સ્મશાન અનિષ્ટ છે.
એક એક કંઠની શાખા-ઉપશાખાઓ અનંત છે. જેમ રેશમને કીડે પિતાની અંદરથી જ તંતુને કાઢીને પિતાના જ શરીર ઉપર વીંટાળે છે, તે પ્રકારે ફળભેગની આકાંક્ષાયુક્ત ચિત્ત પણ પિતાની જ અંદરથી ઈષ્ટ-અનિષ્ટ આદિ તંદ્વ ઉત્પન્ન કરીને તેમાં જકડાઈને લાચાર બને છે. સત્યઅસત્યને, હિત કે અહિતને અને સ્વપરને સર્વ વિવેક ભૂલી જાય છે. ઠંદ્ર જ્યાં ખેંચી જાય તે દિશામાં તેને જવું પડે છે. બસ એ જ બંધન છે.
પરસ્પરવિધી બે પક્ષવાળા આ સર્વ કંકોમાં પૃષ્ઠભૂમિમાં સર્વત્ર, સર્વદા એક ઈષ્ટ અનિષ્ટનું બાહ્ય દ્રઢ જ નૃત્ય કરી રહ્યું છે. ઈષ્ટતા પ્રત્યે આકર્ષણ અને અનિષ્ટતા પ્રત્યે વિકર્ષણ થવું તે સ્વાભાવિક છે. આકર્ષણ રાગ છે અને વિકર્ષણ દ્વેષ છે, તે રાગદ્વેષ જ ભાવકર્મ છે, તે બંધનનું મુખ્ય કારણ છે.
નિઃસંદેહ વ્યવહારભૂમિ પર “રાગદ્વેષ શબ્દનો પ્રયોગ સર્વત્ર ઍન્દ્રિય ભેગે માટે પ્રસિદ્ધ છે. છતાં તેની વિશાળતા પારમાર્થિક ભેગની આકાંક્ષાને પણ પિતાની અંદર રાખે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org