SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ બંધન ૧. સ્વામિત્વબુદ્ધિ કર્મ તથા કારણોનું વિવેચન પૂર્ણ થયું. હવે બંધનવિષયક વિવેચન પ્રવેશ પામે છે. સકષાય કર્મ અથવા સકામ કર્મ બંધનકારી કહેવાય છે. પરંતુ આ બંધન શું તે આપણે જાણતા નથી. તે શંકાને વિચારવા માટે અહંકારના સ્વરૂપની સ્મૃતિ રાખે. તે અધિકાર પુનઃ વાંચી જ. સમગ્રને આત્મસાત્ ન કરતાં તેમાં પ્રતિબંધ લગાવીને તેને આત્મસાત્વરૂપ માનવું તે અહંકાર છે. પિતાના વિશ્વવ્યાપી રૂપને ત્યાગ કરીને જ્ઞાનસ્વરૂપ પૂર્ણ અહંનું આ પ્રમાણે સંકીર્ણ થવું તે. તેનું સ્વરૂપ છે. સાધને – કરણને આશ્રય લઈને એક પછી એક પદાર્થને ગ્રહણ કરીને પિતાને પૂર્ણ થવાની કલ્પના કરવી તે તેની અતૃપ્ત કામના છે. જે આજ સુધી પૂર્ણ થઈ નથી અને થવાની નથી. આ પ્રકારે અહંકાર કહેવાથી કામના અને કામના કહેવાથી અહંકાર અ ન્ય ગ્રહણ થાય છે. તે બંને એકબીજા વગર અસ્તિત્વ ધરાવતાં નથી. “હું જાણું, હું કરું? કે “હું ભોગવું” એ ત્રિવિધ કામના અહંકારની ઊપજ છે. તેથી તે સકામ કર્મને બંધનકારી કહેવાય છે. તેનું કારણ એ છે કે આ ત્રિવિધ કામનાના હેતુથી અહંકારને પોતાના એ કર્મમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy