________________
૧૪૬
ક રહસ્ય
ઉત્તરવતી તેનું કારણ છે. એ સની પૃષ્ઠભૂમિમાં સુખાનુભૂતિની તે સ્મૃતિનું સ્થાન હેાય છે કે જે પેાતાના વિષયના ભાગાભ્યાસ દ્વારા ઉત્પન્ન સંસ્કારોના રૂપમાં ચિત્તના અક્ષય કોષમાં ધારણ થયેલી હોય છે. તે સંસ્કાર જ અંતિમ કારણ છે. આ સંસ્કારને કારણે ચિત્ત પર જે સ્મૃતિને રગ ચડે છે તે વાસના' શબ્દ વડે પરિચિત છે. સંસ્કારના ખજાનામાંથી નીકળીને તે વાસના જ્યારે છંદનું રૂપ ધારણ કરીને ચિત્ત સમક્ષ ઉપસ્થિત થાય છે, ત્યારે તે રાગ કહેવાય છે. એ રાગ જ્યારે બુદ્ધિમાં પ્રવેશ કરીને વિષયની પ્રાપ્તિને માટે તેમાં મીઠાશ માણે છે ત્યારે તે કામના' શબ્દથી પરિચિત થાય છે. તે કામના જ્યારે અહંકારની ભૂમિમાં આવીને તેમાં આવેગ લાવે છે ત્યારે તે ‘આકાંક્ષા’ કહેવાય છે. તે આકાંક્ષા મનમાં પ્રવેશ પામીને કે આકુળ કરે છે તેનું એવું તે બહિ:કરણના વિષયની પ્રાપ્તિ માટે નિયાજિત કરવામાં એક ક્ષણના વિલંબ પણ સહી શકતું નથી, તેને ઇચ્છા કહેવામાં આવે છે.
જેમ કોઈ સ્વાદિષ્ટ પદાર્થ જોઈને લેલુપ જીવેાના મુખમાં પાણી છૂટે છે તે પ્રકારે જ્યારે ઇન્દ્રિય પાતાના વિષય પ્રતિ લાલુપ બને છે ત્યારે ઇચ્છા જ લાલસા કહેવાય છે. વિષયની પ્રાપ્તિ થયા પછી જ્યારે ચિત્ત તેની સાથે તન્મય થાય છે ત્યારે અહુને લેપ થઈને તે કેવળ ઈંદ્ર રૂપે શેષ રહે છે. ત્યારે લાલસા આસક્તિનું રૂપ ધારણ કરે છે. આસક્તિના સ્વરૂપે જ્યારે મનમાં કઇ વિષયને નિર ંતર પુનઃ પુનઃ પ્રાપ્ત કરવાની ઇચ્છા થાય છે ત્યારે તે ‘તૃષ્ણા’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org