________________
ભાવકર્મ
૧૪૩ માટે કરે છે. નિષ્ણજન કોઈ પણ કામ કરવું તે શીખ્યા જ નથી. કોઈ પણ પ્રજન વગર કેવળ પિતાના બાળકનું મનરંજન કરવાનું માતાનું સ્વરૂપ છે તેવું એ શીખે નથી. કાર્યના પ્રારંભ પહેલાં તે વિચારે છે કે મેં જે કાર્ય કરવાને સંકલ્પ કર્યો છે તે પ્રજનથી કાર્યની સિદ્ધિ થશે કે નહિ. જે તે કાર્યથી ફળસિદ્ધિ થતી જણાય છે તે તે કામ કરે છે, નહિ તે કરતે નથી. તે પ્રમાણે ફળની આકાંક્ષા રાખીને કામ કરવું તે તેનું સ્વરૂપ છે.
સ્વાર્થજન્ય ફળાકાંક્ષા જ વાસ્તવમાં સર્વ કષાયે તથા રાગદ્વેષની જનની છે. કર્મના ક્ષેત્રમાં જે પ્રકારે કારણનું પણ કારણ શોધીને આપણે રાગદ્વેષ ઉપર પહોંચ્યા છીએ તે પ્રમાણે આ રાગનું કારણ શોધીને આપણે સ્વાર્થ પર તથા તેની ફળાકાંક્ષા પર પહોંચીએ છીએ. તેથી રાગદ્વેષને ત્યાગ કરીને હવે આપણે એ ફળાકાંક્ષાને બંધને હેતુ કહીશું અને તેને જ ભાવબંધનું પ્રધાન તથા અંતિમ લક્ષણ કહીશું.
ફળાકાંક્ષાયુક્ત સ્વાર્થવૃત કર્મ સકામ કહેવાય છે અને તેથી નિરપેક્ષ કેવળ અન્યની પ્રસન્નતા માટે કરેલું કર્મ નિષ્કામ કહેવાય છે. જૈનદર્શન જે કર્મને કષાયથી યુક્ત કે અયુક્ત હેવાને કારણે સકષાય કે અકષાય કહે છે તેને જ અન્ય દર્શનકાર ફળાકાંક્ષાથી યુક્ત તથા અયુક્ત હેવાને કારણે સકામ તથા નિષ્કામ કહે છે. બંનેનું તાત્પર્ય એક જ છે. સંસારવૃદ્ધિના હેતુને સકષાય અથવા સકામ કર્મ સામ્પરાયિક કહેવાય છે. તેને હેતુ ન હોય તે તે અકષાય કે નિષ્કામ કર્મ (ઈર્યાપથકિયા) કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org