________________
૧૪૨
કર્મ રહસ્ય અધ્યવસાન અર્થાત્ રાગદ્વેષ રૂપ કાષાયિક ભાવથી બંધ થાય છે. ભાવાત્મક હેવાને કારણે તેને ભાવ બંધ કહે છે.
રાગદ્વેષના વિષયમાં ભેદ પડી જવાને કારણે તેના દ્વારા થતા બંધ પણ બે પ્રકારના થઈ જાય છે. ઍન્દ્રિય વિષયના ક્ષેત્રમાં વ્યાવહારિક રાગદ્વેષથી અશુભ કે પાપબંધ થાય છે, અને પરમાર્થિક રાગદ્વેષથી શુભ કે પુણ્યબંધ થાય છે. ૪. ફળાકાંક્ષા
જે પ્રકારે આપણે ચિત્રવિચિત્ર અનેક વિકપને ઈષ્ટ-અનિષ્ટરૂપ એક તંદ્રમાં સમાવેશ કરીએ છીએ તે પ્રકારે ક્રોધાદિ અનેક વિષયેને આપણે આકર્ષણ તથા વિકર્ષણ શક્તિથી યુક્ત રાગ તથા ટ્રેષ આ બે પ્રકારમાં સમાવી શકીશું અને રાગ તથા શ્રેષને પણ સંક્ષિપ્ત કરીને આપણે તેને સ્વાર્થમાં ગતિ કરી શકીશું. કલેકવ્યાપી સર્વગતજ્ઞાન જ્યારે પિતાના સમગ્ર ગ્રાહી સ્વરૂપને ત્યાગ કરીને કોઈ એક પ્રકાર તરફ ઉપયુક્ત થાય છે ત્યારે સંકીર્ણ થઈને તે અહ, અહંકાર બને છે. તે અવસ્થામાં તે પોતાની અંદર ઈષ્ટનિષ્ટ આદિરૂપ વિવિધ ની સુષ્ટિ બનાવે છે. તે જ પછી રાગદ્વેષનું રૂપ ધારણ કરે છે.
સમગ્ર વિશ્વને યુગપત્ આત્મસાત્ કરવાવાળું વિશાળ હૃદય અથવા પ્રેમ જ્યારે એકને ત્યજીને બીજાની અને બીજાને ત્યજીને ત્રીજા પ્રત્યે ઝંખના કરે છે તે સ્વાર્થ કહેવાય છે. ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટને ત્યાગ કર તે જ તેની પ્રવૃત્તિ છે. તે સર્વ કંઈ કરે છે તે પ્રજનની સિદ્ધિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org