________________
૧૩૯
ભાવકર્મ શિથિલ હોય છે કે તરત જ વિલીન થઈ જાય છે. જેમ પરસેવાવાળા કપડા પર ચૂંટેલી ધૂળ કપડાને મેલું કરે છે તેમ કષાય અથવા સ્વાર્થરંજિત ચિત્તની સાથે તાદામ્ય થવાથી તે પ્રવૃત્તિઓને સંસ્કાર ચિત્તને મેલું કરે છે. પછી સોડા કે સાબુના પ્રયોગ વગર કપડાનો મેલ જ નથી તે પ્રકારે વિવેક કે સાધના વગર ચિત્તગત સંસ્કારોને મેલ છૂટ નથી.
તેથી મન, વચન તથા કાયાના માધ્યમથી બહાર દેખાતી પ્રવૃત્તિ વાસ્તવમાં બંધનકારી નથી. પણ તે કષાય તથા સ્વાર્થ જ બંધનકારી છે, જેની પ્રેરણાથી વ્યક્તિ તે કર્મોમાં પ્રવૃત્ત થાય છે. કષાય કે સ્વાર્થના અભાવમાં તે કર્મ કેવળ ઈર્યાપથ અર્થાત્ આવાગમન પૂરતું જ રહે છે. સંસારવૃદ્ધિ કરતું નથી. ૨. રાગદ્વેષ
“પાયથા સાઘચિપથાર
અહંકારના અધિકારમાં આ વાત વિસ્તારથી હૃદયંગમ કરવામાં આવી છે, કે સમગ્રને યુગપતું ગ્રહણ ન કરવાને કારણે શુદ્ધ અહંકાર પોતાની અંદર હું-મારું, તું-તારું, ઈષ્ટ અનિષ્ટ, શત્રુમિત્ર, કર્તવ્ય-અક્તવ્ય, ગ્રહણ-ત્યાગ, વગેરે રૂપ પરસ્પરવિરોધી તથા વિષમ ઢંઢોની સૃષ્ટિ રચી લે છે અને તે અનુસાર જગતમાં વિષમ વ્યવહાર કરે છે. અધ્યાત્મશાસ્ત્રમાં અહંકારનો જે ભાવ વિષમ દ્રોના નામથી પ્રસિદ્ધ છે તેને જ આચારશાસ્ત્રમાં રાગ તથા દ્વેષ કહેવામાં આવે છે. તે કંકોમાં ઈષ્ટ આદિ એક ભાગ આકર્ષક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org