________________
૧૩૬
કમરહસ્ય સમય પછી તે અંક્તિ થયેલા કર્મોનું જાગ્રત થવું, અને તેની પ્રેરણાથી જીવનું પુનઃ કર્મોમાં પ્રવૃત્ત હોવું–આવું એક ચક અનાદિકાળથી ચાલે છે. જ્યાં સુધી જીવ ગુરુકૃપા દ્વારા કર્મની આ કાર્યકારણ વ્યવસ્થાને અનુભવ કરીને કર્મોથી વિરક્ત નહિ થાય ત્યાં સુધી એ ચક ચાલુ રહેશે.
જેકે કર્મ વાસ્તવમાં ચેતનપ્રવૃત્તિનું નામ છે, છતાં તેનું કાર્ય તથા કારણે હોવાથી કામણ શરીર ઉપચારથી કર્મ કહેવાય છે. તેમાં વિશેષતા એ છે કે ચેતનપ્રવૃત્તિની જેમ એ ભાવાત્મક ન હોવાથી અને પરમાણુઓથી નિર્મિત હોવાને કારણે દ્રવ્યાત્મક છે. તેથી તેનું દ્રવ્યકર્મ' નામ સાર્થક છે. ૪. કર્મ
જે પ્રકારે કાર્યમાં કારણને, અને કારણમાં કાર્યને ઉપચાર કરીને કાર્મણ શરીરને “દ્રવ્યકર્મ કહે છે તે પ્રકારે બહારના આ સ્થૂલ ઔદારિક શરીરને પણ આપણે કર્મ' કહી શકીએ છીએ. છતાં સર્વ પ્રવૃત્તિઓનું પ્રધાન કારણ હોવાથી અથવા જ્ઞાનેન્દ્રિય આદિ સર્વ કારમાં તેનું અસ્તિત્વ હોવાથી તે કર્મ છે. તથાપિ કામણ શરીરની જેમ તે કર્મોના સંસ્કારોને ગ્રહણ કરવામાં સમર્થ નથી. તેથી તેને સાક્ષાત્ કર્મ ન કહેતાં કર્મ (કર્મને સહાયક) અથવા કિંચિત્ કર્મ કહે છે.
જોકે ઔદારિક શરીર કહેવાથી કેવળ ચેતનપ્રવૃત્તિને કારણે આ સ્થૂલ શરીર ગ્રહણ થાય છે. છતાં પણ તાત્વિક દ્રષ્ટિથી જોતાં જગતમાં સ્થૂલ અથવા સૂક્ષ્મ જે કંઈ દશ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org