________________
કર્મવિધાન
૧૩૫ સમયે આવું કાર્ય કર્યું હતું તેની આ સજા કે દંડ તને મળી રહ્યાં છે. જે પ્રકારે દંડ પ્રાપ્ત થતાં જીવ રડે છે તેમ કર્મ કરતી વખતે જે વિચાર કરે તે અંદર સ્થિત પ્રકૃતિ તારા પ્રત્યેક કર્મનું નિરીક્ષણ કરતી રહે છે અને તેને હિસાબ રાખે છે. તે જાણવાથી તારી સર્વ પ્રવૃત્તિ અનુશાસિત થઈ જાય છે.
વિશ્વવિધાતાની વિધિ અચળ છે. મનુષ્ય, દેવ, ઇંદ્ર, ઘરણે, કોઈ પણ તેની નજર બહાર રહી શક્તા નથી, કે બચી જવા પામતા નથી. વાસ્તવમાં એ જ જગવ્યાપી મહાશક્તિ કે તત્ત્વ છે. જેને વૈદિક કવિઓએ વરુણદેવ, યમરાજ અથવા ધર્મરાજાના રૂપમાં ઉલ્લેખ કર્યો છે. જગતની સર્વ કર્મવ્યવસ્થાના ધાતા-વિધાતા તથા શાસક બનાવીને આપણને તેવી શ્રદ્ધા કરાવી છે. બહારનું આ સ્થૂલ શરીર રહે કે ના રહે, પરંતુ મરતાં કે જીવતાં દરેક સમયે જીવની સાથે તે રહે છે અને તેની સર્વ કાર્યવાહીનું સૂક્ષમ નિરીક્ષણ તથા પરીક્ષણ કરતું રહે છે. તેથી જડ હોવા છતાં તે ચેતનરૂપ – ચિદાભાસી છે, જ્ઞાનમય છે.
ચેતનાની તે પ્રવૃત્તિઓ પ્રત્યે તે કાર્ય અને કારણરૂપ છે. કર્મના સંસ્કારોને ગ્રહણ કરીને સ્થિત રહે છે તેથી તે તેનું કાર્ય છે. તે પ્રકારે યથાસમય ફળાદાન દઈને પુનઃ
જીવને તે પ્રકારે કર્મ કરવા માટે ઉત્તેજિત કરે છે અને ઈચ્છાઓ કે અનિચ્છાએ જીવને તેની પ્રેરણાથી કર્મ કરવું પડે છે તેથી તે તેની સર્વ પ્રવૃત્તિનું કારણ છે. કર્મપ્રવૃત્તિ દ્વારા કાર્મણ શરીર પર સંસ્કારનું અંકિત થવું અને થોડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org