SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ કમરહસ્ય હોવાથી જડ છે તથાપિ ચેતના તે કર્મસંસ્કારને ગ્રહણ કરવાને સમર્થ હોવાને કારણે ચેતન સરખી છે. એ વર્ગએથી નિર્મિત થતી હોવાને કારણે કામણ શરીરના તે કર્મની સાથે એ ઘનિષ્ઠ સંબંધ ધરાવે છે કે વ્યાવહારિક ક્ષેત્રમાં તે બંનેને પૃથક કરવાં સંભવ નથી. એ કહેવાની આવશ્યકતા નથી કે મન, વાણું કે શરીર દ્વારા આપણે સૂતાં, જાગતાં, ઊઠતાં, બેસતાં દરેક સમયે કંઈ ને કંઈ કરીએ છીએ. તે સમયે જે કર્મવર્ગણએ ગ્રહણ થાય છે તે આસવ કહેવાય છે. તે સંસારના બંધનરૂપે પરિણમે છે. “વાર્મ ચોળ ર આશ્રવ ” આશ્રવ અથવા કર્મપ્રવૃત્તિના સંસ્કારને સંગ્રહ કરવાને માટે પ્રકૃતિ પ્રત્યેથી કોઈ સાધન પ્રાપ્ત ન થયું હેત તે કાર્ય કરવાની ક્ષણ ચૂકી ગયા પછી તેની સાથે કર્મ પણ સર્વથા નાશ થઈ જાત. અને આપણે કઈ પ્રકારના બંધનમાં. આવત નહિ. જે કદાચ એવું બને તે જગતનાં સર્વ પ્રાણી સર્વથા નિર્ભય, નિશ્ચિત અને સ્વછંદ બની જાત. ન્યાયનીતિ જેવી વસ્તુ શેષ ન રહેત. એક એક વ્યક્તિ સારા જગતને નાશ કરવા તત્પર થઈ જાત. તેથી આપણે પ્રકૃતિને અનુગ્રહ માનવે જોઈએ કે તેણે કૃતક કર્મોના સર્વ સંસ્કારેને સંગ્રહ કરવાનું ન ઈચ્છવા છતાં પ્રત્યેક પ્રાણીને પિતાના તરફથી કામણ શરીર નામનું એક એવું સાધન પ્રદાન કર્યું છે કે તેના દ્વારા કરેલા સારાનરસા સર્વ કર્મસંસ્કારે કંઈ જ પ્રયત્ન કર્યા વગર સ્વયં અંકિત થતા રહે છે. અને યથા સમયે ઉદય આવીને તેને યાદ આપે છે કે તે કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy