________________
૧૨૯
શરીર
યેગી તૈજસ સમુદ્દઘાતની દશામાં જમણે ખભામાંથી જાજવલ્યમાન અગ્નિનું પૂતળું કાઢીને બહારના પદાર્થને ભસ્મ કરી દે છે, તેવું શાસ્ત્રકથન છે. તે પ્રમાણે આતપ તથા ઉદ્યોતથી યુક્ત શરીરનું વર્ણન આવે છે. જેમ કે આગિયા સિવાય પણ પર્વતેમાં અનેક મોટા જતુઓ જોવા મળે છે, કે જેમનાં શરીર ચંદ્રના પ્રકાશની જેમ ચમકે છે. સાગરોમાં અનેક માછલીઓ એવી હોય છે કે જેના શરીરમાંથી પ્રકાશનું કિરણ નીકળે છે. વળી કઈ માછલીઓ એવી હોય છે કે તેને સ્પર્શ થતાં મનુષ્યના શરીરને વીજળી જેવો આંચક લાગે છે. આ સર્વ લક્ષણે પરથી આ બહારના સ્થૂલ ઔદારિક શરીરની અંદર એક વીજળીના શરીરનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. કેઈના શરીરમાં તે વધારે હોય છે તે કઈમાં ઓછી. ૫. કાર્પણ શરીર
તેજસ શરીરની અંદર તેનાથી સૂક્ષ્મ એક અન્ય શરીર છે જેને શાસ્ત્રોમાં કાર્મણ શરીર કહેવામાં આવે છે. તેનું નિર્માણ કાર્મણની પાંચમી જાતની વર્ગણાઓથી થાય છે. તે અતિ સૂક્ષમ હોવાથી તેનું લક્ષણ કોઈ પણ પ્રકારના ઇંદ્રિયમાર્ગમાં આવવું સંભવ નથી. પરંતુ વિવેક દ્વારા આપણે તેને અભ્યાસ કરી શકીએ તેમ છીએ. આજનું વિજ્ઞાન પણ કઈ પ્રકારે તેમાં સાક્ષી છે.
કાર્પણ વગણને આપણે ટેપરેકર્ડરની સાથે સરખાવી શકીએ. આપણે જે કંઈ બેલીએ છીએ તે સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org