________________
૧૨૮
કર્મ રહસ્ય આ જાતિની વર્ગણાઓના સંગથી કાર્ય થતું હોવાને કારણે તેજસ શરીરમાં ત્રણે શક્તિઓ હાવી સ્વાભાવિક છે. જેને પ્રભાવ આપણે ઔદારિક શરીરમાં નિત્ય અનુભવીએ છીએ. તેજસ શરીરને આપણે વિજ્ઞાનની ભાષામાં વીજળીનું શરીર (ઈલેકિટ્રકલ બડી) કહીએ છીએ. જોકે શાસ્ત્રોમાં આ શરીરનું લક્ષણ કેવળ ઔદારિક શરીરમાં કાન્તિ કરવાનું છે, તથાપિ ઉપલક્ષણથી તેનાં ત્રણ કાર્યો ગ્રહણ કરવામાં આવ્યાં છે. આ ઔદારિક શરીરની ત્વચા પર જે કાતિ અથવા ચમક પ્રત્યક્ષ કરે છે, પેટની અંદર ઉદાગ્નિ (પાચન શક્તિ)ને અનુભવ કરીએ છીએ તેના વેગથી આમાશયમાં ભેજન પચે છે. અને રક્તસંચારના માધ્યમથી જેના દ્વારા નસેનસમાં ઉષ્મા બની રહે છે. જે પ્રકારે કાન્તિ તેજસ શરીર દ્વારા હોય છે, તે પ્રકારે તે ઉગ્યા પણ તેજસ શરીરનું કાર્ય છે. તેના અભાવમાં મૃત શરીરમાં કાન્તિ કે ઉમા રહેતી નથી.
આ પ્રકારે ગવાળા પૂર્વ અધિકારમાં કથિત શરીરનાં અંગોપાંગની વિવિધ ક્રિયાઓ પણ તેજસ શરીરનું કાર્ય છે એમ સિદ્ધ ચેતનાના વેગથી તૈજસ શરીર પ્રાણવાયુને નસેનસમાં પહોંચાડે છે. તેના દ્વારા માંસપેશીઓ અથવા સ્નાયુઓ (muscles)માં કઠોરતા ઉત્પન્ન થાય છે, જેના ફળરૂપે હાથ, પગ વગેરે ક્રિયા કરે છે. ભાર ઉપાડતી વખતે હાથના સ્નાયુઓ, ચાલતી વખતે જંઘાના સ્નાયુઓ કડક થાય છે તે અનુભવયુક્ત છે, આ સર્વ કાર્ય વીજળીના શરીરનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org