________________
૧૨૧
ચોગવિધાન અંતર્જલ્પ તથા બહિ૪૫ એમ દ્રવ્યવચન બે પ્રકારનાં છે. બહારથી બેલાતા તથા સંભળાતા બહિપ છે, અને અંદરમાં બેલાતા તથા સંભળાતા અંતજ ૫ છે. બહિ જંપ પ્રસિદ્ધ છે, અંતજલપ સર્વપ્રસિદ્ધ નથી છતાં તેની પ્રતીતિ આબાલવૃદ્ધ સૌને થાય છે. આપણે અંતરમાં મન દ્વારા નિરંતર કંઈ ને કંઈ જપતા જ – બેલતા જ હોઈએ છીએ. ત્યાં બોલવા કે વાત કરવાવાળું આપણું અણું હોય છે અને સાંભળવાવાળું ઈદ હોય છે. એ બંને અંત:કરણ છે તેથી તેના દ્વારા બેલાતા કે સંભળાતા શબ્દ અંતર્જલ્પ છે.
ભાવવચન એ મનનો વિકલ્પ છે, જેની પ્રેરણાથી કંઠ, તાળવું વગેરે ક્રિયાશીલ બને છે. મનનું આ વિકલ્પન બહારમાં પ્રગટ કરવું તે દ્રવ્યવચનને ઉદ્દેશ છે. જે વિકલ્પ હોય છે તેવું વચન નીકળે છે. જે તે વિક૯પ સત્ય હેય તો વચન સત્ય નીકળે છે. અને જે વિકલ્પ અસત્ય હોય છે તે વચન પણ અસત્ય નીકળે છે. એ પ્રકારે વિક૯પ સત્યઅસત્યરૂપ મિશ્ર હોય છે, તે વચન પણ તેવાં મિશ્રિત હોય છે. જે વિકલ્પ બંનેથી રહિત હોય છે તે વચન પણ તેવા મિશ્રિત ભાવથી રહિત હોય છે. ચેતનાના ઉપયોગરૂપ હોવાથી વચનવિષયક આ વિકલ્પ જ ભાવવચન કહેવાય છે. ૪, કાય
જે પ્રકારે મનના પ્રકરણમાં જ્ઞાનેન્દ્રિયેના અંતર્ભાવ હોય છે તે પ્રકારે કાયના પ્રકરણમાં કર્મેન્દ્રિયેના અંતર્ભાવ હોય છે. જ્ઞાનેન્દ્રિયની જેમ કર્મેન્દ્રિય દ્રવ્યરૂપ તથા ભાવરૂપ બે પ્રકારે હોય છે. પરમાણુઓથી નિર્માણ થયેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org