________________
૧૨૦
કર્મ રહસ્ય શક્તિ ભાવમનનું સ્વરૂપ છે. તેનું વર્ણન કર્મકરણવાળા અધિકારમાં કરવામાં આવ્યું છે. પરમાણુઓથી નિર્માણ થયેલું હોવાથી અષ્ટદલ-કમળવાળા તે ચક્રને દ્રવ્યમન કહે છે. અને ચેતનાને તેમાં ઉપગ હોવાથી સંકલ્પન તથા મનનશક્તિ કે ભાવમન છે.
જે પ્રકારે મનના વિષયમાં કહેવામાં આવ્યું છે, તે પ્રકારે અંતઃકરણનાં અન્ય ત્રણ અંગેના વિષયમાં પણ કહી શકાય છે. બંને ભ્રકુટિની મધ્યમાં સ્થિત છેડશ દલ-કમલના આકારવાળું આજ્ઞાચક દ્રવ્યબુદ્ધિ છે. તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત નિર્ણય કરવાવાળી શક્તિ ભાવબુદ્ધિ છે. કંઠસ્થાનમાં સ્થિત દ્વાદશદલ કમળના આકારવાળું વિશુદ્ધિ ચક દ્રવ્યચિત્ત છે અને તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત ચિંતન કરવાવાળી શક્તિ ભાવચિત્ત છે. નાભિસ્થાન પર સ્થિત ચતુર્દ લકમલ આકારવાળા મણિપુર ચક્રને આપણે દ્રવ્ય-અહંકારને સ્થાને સમજવું. તેની પૃષ્ઠભૂમિમાં સ્થિત હું મારું, તું તારું વગેરે દ્રઢ કરવાવાળી શક્તિ ભાવઅહંકાર છે. ૩, વચન
દ્રવ્યવચન તથા ભાવવચન એમ બે પ્રકાર છે. કંઠ, તાળવું, જિહવા તેની અભિવ્યક્તિ છે અને કાન દ્વારા શબ્દ સંભળાય છે તે દ્રવ્યવચન છે. તેનું કારણ એ છે કે જે કંઠ, તાળવું તથા જિહવા દ્વારા આ અભિવ્યક્તિ થાય છે તે પરમાણુઓ દ્વારા નિર્માણ થવાનું કારણ દ્રવ્યાત્મક જ છે. તેનાં સ્પંદને દ્વારા સાંભળવા-જાણવા તે શબ્દ વર્ગણા નામની કોઈ વિશેષ જાતિના પરમાણુઓથી નિમિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org