________________
૧૧૯
યોગવિધાન મનવાળા વિભાગમાં થાય છે. કારણ કે તેના દ્વારા ગ્રહણ કરેલા કે જાણેલા વિષયમાં તેની મનનચિતનરૂપ પ્રવૃત્તિ હોય છે. આ ત્રણે કરણ બે રૂપમાં જોઈ શકાય છે, દ્રવ્યરૂપ તથા ભાવરૂપ. પરમાણુઓથી નિર્મિત નેત્ર લક આદિ દ્રવ્યકરણ છે અને તેને પ્રતિ ચેતનાશક્તિનું જ્ઞાનાત્મક તથા ક્રિયાત્મક જે ઉપયુક્તિ કરણ છે તે ભાવકરણ છે. દ્રવ્યાકરણ તથા ભાવકરણ એ બંને મન, વચન તથા કાયાના ભેદથી ત્રણ પ્રકારે છે. દ્રવ્યમન, દ્રવ્યવચન તથા દ્રવ્યકાય અને ભાવમન, ભાવવચન તથા ભાવકાય. ૨. મન
મન અર્થાત્ જ્ઞાનેન્દ્રિયે સહિત પૂરા અંતઃકરણનું ગ્રહણ થવું તે છે, તેથી મનની પહેલાં જ્ઞાનેન્દ્રિયનો વિચાર કરીશું. દ્રવ્યેન્દ્રિયે તથા ભાવેદ્રિ એમ બે પ્રકારે જ્ઞાનેન્દ્રિય છે. પરમાણુઓથી નિર્મિત નેત્રગલક આદિ દ્રવ્યક્તિ છે. તેની પાછળ જેવા જાણવાવાળી ચેતનાશક્તિ ભાવેન્દ્રિય છે. તેને ઉલેખ જ્ઞાને પગના અધિકારમાં કરવામાં આવ્યું છે.
દ્રવ્યમન તથા ભાવમન એ મનના બે પ્રકાર છે. આ શરીરમાં હૃદયના સ્થાન પર સૂકમ પ્રાણવાહિની નાડીઓની એક અણદલ.કમલના આકારવાળી ગ્રંથિ છે. યોગદર્શનના આચાર્ય તેને અનાહત ચક કહે છે. જેનાચાર્યોને અભિપ્રાયે તે દ્રવ્યમાન છે. ભાવેન્દ્રિયની જેમ તેની પૃષ્ઠભૂમિમાં રહેલા સંકલ્પ-વિકલ્પ કરવાની તથા મનન કરવાની તે ચેતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org