________________
૧૦૮
કર્મ રહસ્ય અથવા તેને ત્યાંથી ઉઠાવીને સાગરમાં ડુબાવી દે. અથવા તેમાં કઈ એવું પરિવર્તન કરો કે જે મને અનુકૂળ હોય.
પિતાના સ્વામીની આજ્ઞા મેળવીને હાથપગ આદિ સર્વ કર્મેન્દ્રિયે શીઘ્રતાથી પિતાપિતાના કામમાં ગૂંથાઈ જાય છે અને ઘણે પરિશ્રમ ઉઠાવીને પિતાના સ્વામીને સંતુષ્ટ અને પ્રસન્ન કરે છે. તેમના કાર્યથી સંતુષ્ટ થઈને મન અહંકારના માધ્યમ દ્વારા બુદ્ધિને તેની સિફારિશ કરે છે. બુદ્ધિ પ્રસન્ન થઈને પિતાના એ સર્વ સામ તેને અનેકાનેક સન્માનનીય પદેથી વિભૂષિત કરે છે. જેથી તે ઉત્તરોત્તર અધિક ઉત્સાહથી તેની સેવામાં એવા લાગી જાય છે કે તેમને પોતે શું કરે છે એ વિચારવાને પણ વખત રહેતું નથી.
એની આવી મૂર્ખતા પર મનમાં હસતા હસતા ગુરુદેવ હંમેશા તેને ચેતવ્યા કરે છે. પરંતુ કરવા અને ભેગવવાની ધૂનમાં તેને આ વાત સંભળાતી નથી, અને કદાચ સંભળાય તે પણ તેને તે પસંદ આવતી નથી. કદાચિત્ કાળલબ્ધિવશ કઈ એક વ્યક્તિના ચિત્તમાં તેની વાત સ્પર્શ કરે તે બુદ્ધિ ચિંતામાં પડી જાય છે, તેના વિકલ્પની દિશા બદલીને નીચેથી ઉપરની દિશામાં વળી જાય છે. ચિત્ત બદલાઈ જવાથી મન બદલાઈ જાય છે, મન બદલાઈ જવાથી અહંકાર, અને અહંકાર બદલાઈ જવાથી બુદ્ધિ પણ બદલાઈ જાય છે. બુદ્ધિનું પરિવર્તન થઈ જવાથી તેનું નિરીક્ષણ, પરીક્ષણ તથા આજ્ઞાકરણની સર્વ ગતિવિધિઓ પરિવર્તિત થઈ જાય છે. તેના ફળસ્વરૂપે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org