SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ રહસ્ય છતાં તેઓ ડી ક્ષણ માટે શાસ્ત્રીય શબ્દનો પક્ષ છોડીને આ પરિભાષાઓના અનુભવસિદ્ધ વાગ્યાથને પિતાના અંતરમાં અભ્યાસ કરવાને પ્રયત્ન કરશે તે મને વિશ્વાસ છે કે તેમની ભ્રાંતિ દૂર થશે. ૪. અધ્યાત્મ તથા કર્મશાસ્ત્રને સમન્વય કર્મસિદ્ધાંતને સામાન્ય પરિચય આપતાં એ જણાવવું આવશ્યક છે કે અધ્યાત્મશાસ્ત્ર તથા કર્મશાસ્ત્રના મૂળ વિષય – હેતુમાં કેઈ પારમાર્થિક ભેદ નથી. અધ્યાત્મશાસ્ત્ર જે કહે છે તે કર્મશાસ્ત્ર કહે છે. બંને શાસ્ત્રો બાહ્યાભંતર જગતની તાત્વિક વ્યવસ્થાને પરિચય આપે છે. છતાં અંતર એ છે કે અધ્યાત્મ-શાસ્ત્ર કેવળ અનુભવ-ગમ્ય અત્યંત સ્થળ વસ્તુનું વિવેચન કરી શકે છે, જ્યારે કર્મશાસ્ત્ર તેનાં સ્થળ તની અંદર ઊંડા ઊતરીને સૂક્ષ્માતિસૂક્ષમ સંધિઓનેસંદર્ભોને પકડે છે. સમયસારમાં ભગવાન અમૃતચંદ્રાચાર્ય સૂક્ષ્મ સંધિઓને વિભક્ત કરવા માટે પ્રજ્ઞારૂપ છીણી – કરવતને ઉપયોગ કર્યો છે. તેમાં તેમણે જે સંકેત આપે છે તેનું તાત્પર્ય કમરહસ્ય તથા કર્મસિદ્ધાંત જ છે. અથવા એમ કહે કે સમયસાર આદિ શાસ્ત્રોમાં કથિત સુકમ સંકેતેના રહસ્યને કે અર્થને સમજવા માટે કર્મરહસ્યનું અને સિદ્ધાંતનું અધ્યયન અનિવાર્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005295
Book TitleKarm Rahasya
Original Sutra AuthorN/A
AuthorJinendra Varni, Sunandaben Vohra
PublisherSatshrut Seva Sadhna Kendra
Publication Year1987
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy