________________
વિકાસ કરી રહી છે તે દિશા પરિવર્તન થઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રગતિ કરી શકે છે. જે આજે પિતાના સંતાનને પ્રેમ કરે છે તે દિશાફેર થતાં વિશ્વને પ્રેમ કરશે. જે પ્રેમ દેહાશ્રયી છે કે કુટુંબાશ્રયી છે તે સ્વાર્થ મનાય છે. એ પ્રેમ દિશાફેર થવાથી સમસ્ત વિશ્વમાં વ્યાપીને સમતાનું રૂપ ધારણ કરે છે. આ પ્રમાણે આપણે સર્વ શક્તિ વિષયે—ખ હોવાને કારણે સંકીર્ણ અને તમોગ્રસ્ત છે. તે ત ન્મુખ થતાં વ્યાપક અને જતિપુંજ બની જાય છે. ૩. વ્યવહાર તે નિશ્ચય છે.
શાસ્ત્રમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, આરાધના, સમિતિ, ગુપ્તિ, ભક્તિ, પ્રાયશ્ચિત્ત, પ્રતિક્રમણ આદિ પ્રત્યેકનાં અનેક લક્ષણ છે. તે વાસ્તવમાં તે તે અંગનાં ઉત્તરોત્તર વિવિધ
પાન છે. જેમ કે દેવ-શાસ્ત્ર-ગુરુની શ્રદ્ધા સમ્યગદર્શનનું પ્રથમ સોપાન છે. જીવનમાં સાત તની ભૂતાર્થ (સત્ય) પ્રતીતિ કરવી તે દ્વિતીય સોપાન છે. અન્ય તને છોડીને કેવળ આત્માની રુચિ કરવી તે તેનું ત્રીજું સોપાન છે, અને આત્માનુભૂતિ થવી તે તેનું ચોથું સંપાન છે. તે પ્રમાણે શાસ્ત્ર-સ્વાધ્યાય સમ્યગજ્ઞાનનું પ્રથમ પાન છે. સપ્તતત્ત્વવિવેક તે બીજું પાન છે. સ્વ-પર-ભેદવિજ્ઞાન એ ત્રીજું સોપાન છે અને આત્માનું સ્વસંવેદન તે પ્રત્યક્ષપણે ચોથું સપાન છે. ચારિત્રના ક્ષેત્રમાં અશુભની નિવૃત્તિ, શુભની પ્રવૃત્તિ તે પ્રથમ સોપાન છે, જ્ઞાનદર્શનની એક્તા દ્વિતીય સિપાન છે, સમતા તથા શમતા તે ત્રીજું પાન છે અને આત્મસ્થિરતા તે ચોથું સોપાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org