________________
એ સિવાય વિધર્મીઓના જુગ-જુગવ્યાપી અત્યાચાર, પરિવર્તને, અગ્નિ અને ભૂકંપના તોફાનો વિગેરેમાંથી બચી ગયેલા જે નમુનાઓ આજે જોવામાં આવે છે તે એમ પુરવાર કરે છે કે ઉચ્ચ સભ્યતાના લગભગ બધા જ ક્ષેત્રોમાં જૈનેએ સારે ઉત્કર્ષ સાથે હતો.
જૈન સમાજના ધારાવાહિક ઈતિહાસ આલેખવાની મારામાં શક્તિ નથી જૈન વિચારપ્રવાહના બધા તરંગોનું વિવરણ રજુ કરવું એ પણ પ્રાયઃ અસંભવિત છે. માત્ર અહીં જૈન દર્શન અને વિજ્ઞાનનું એક ટુંકુ વિવરણ રજુ કરવા માગું છું.
જૈન સિદ્ધાંત પ્રમાણે જગતમાં મુખ્ય બે તત્ત્વો છે : જીવ અને અજીવ. જીવ એટલે આત્મા. જીવથી ભિન્ન તે
અજીવ.
વિજ્ઞાન–જડવિજ્ઞાન અજીવ પદાર્થને આશ્રયીને જ જડવિજ્ઞાનનું અસ્તિત્વ છે. વેદાન્ત જેને માયા કહે છે તે જ આ અજીવ પદાર્થ હશે એમ એ કઈ માની લે. માયાને સ્વતંત્ર સત્તા જેવું કઈ નથી, બ્રહ્મ વિના એ નકામી છે; પરંતુ આ અછવ તત્વ તે જીવતત્ત્વ જેટલું જ સ્વાધીન, સ્વતંત્ર, અનાદિ, અનંત છે. અજીવ એટલે સાંખે કહેલી પ્રકૃતિ પણ રખે કઈ સમજે. પ્રકૃતિ છે કે સ્વાધીન, સ્વતંત્ર, અનાદિ અનંત છે તે પણ તે એક છે, અજીવ તત્વ એક કરતાં વધુ છે. ન્યાય તથા વૈશેષિક દર્શને સ્વીકારેલા અણુ તથા પરમાણુ પણ જૈન દર્શને સ્વીકારેલા અજીવ તત્વથી જુદા પડે છે; કારણ કે અણુ-પરમાણુ સિવાય અજીવ તત્વના ઘણા પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org