________________
ભેદ છે. બૌદ્ધોનું “શૂન્ય” પણ આ અજીવ તત્ત્વમાં ન સમાય. જૈનમત અનુસાર અજીવના પાંચ ભેદ છે; પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ.
પગલ, અંગ્રેજીમાં જેને Matter-મેટર કહેવામાં આવે છે તેને જૈન દર્શન પુદ્ગલ કહે છે એમ કહીએ તે ચાલે પુદ્ગલને સ્વરૂપ છે. રૂપ, રસ, સ્પર્શ તથા ગંધ એ પુદ્ગલના ચાર ગુણ છે. પુદ્ગલની સંખ્યા અનંત છે. શબ્દ, બંધ, (મિલન), સૂક્ષમતા, સ્થૂલતા, આકાર, ભેદ, અંધકાર, છાયા, આલોક તથા તાપ પુગલના પર્યાય છે અર્થાત પુદ્ગલમાંથી એ ઉપજે છે. શબ્દ, આલેક (પ્રકાશ ) તથા તાપને પૌગલિક માનવામાં જેનોએ કેટલાક અંશે વર્તમાન વૈજ્ઞાનિક શોધને આભાસ આપ્યો છે. અંધકાર તથા છાયા પદ્ગલિક છે એમ ન્યાયદર્શન નથી માનતું. એ તો એને અભાવ માત્ર જ માને છે.
ધર્મ એટલે પુણ્યકર્મ એમ આપણે સમજીએ છીએ. જૈન દર્શન અને અહીં જૂ અર્થ કરે છે. Principle of motion જેવો જ આ ધર્મને અર્થ છે. પાણી જેમ ભાછલાને ગતિમાં સહાય કરે છે તેમ જે અજીવતત્ત્વ પુગલ તથા જીવને ગતિમાં સહાયતા કરે તે ધર્મ એમ જૈન વિજ્ઞાન કહે છે. ધર્મ અમૂર્ત છે, નિષ્ક્રિય છે અને નિત્ય છે. એ જીવ તથા પુગલને ચલાવતું નથી–માત્ર એમની ગતિમાં મદદ કરે છે.
અધર્મ અધર્મ એટલે પાપકર્મ એમ કોઈ ન સમજે. Principle of rest-જે આ અધર્મને અર્થ અહીં જૈન દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org