________________
T
પુરૂષાનુ ગૌરવ જાણે કે કિરણમાળાની જેમ પૃથ્વી ઉપર વરસતું હાય એમ જણાય છે. ભારતવર્ષના ચક્રવતી સમ્રાટ્ મૌય કુલચૂડામણિ ચંદ્રગુપ્ત જૈન ધર્મના અનુરાગી હતા એવા પ્રમાણેા મળે છે. જીનામાં જીના વૈયાકરણ શાકટાયન અથવા જૈનેત્રનુ નામ આજે કયા વ્યાકરણના વિદ્યાર્થીથી અજાણ્યું રહ્યું છે ? વિક્રમાદિત્યની રાજસભામાં જે નવ રત્ને હતાં તેમાં એક રત્ન જિન–મતાવલી હતુ એવું અનુમાન થઈ શકે છે. અભિધાન–પ્રણેતાઓમાં શ્રી હેમચંદ્રાચાર્યનુ સ્થાન ઘણું ઊંચે આસને છે. દનશાસ્ત્રમાં, ગણિતશાસ્ત્રમાં, જ્યાતિષમાં, વૈદ્યકમાં, કાવ્યમાં, નીતિમાં, જૈન પ`ડિતાએ જે હિસ્સા પૂર્યાં છે-નવાં નવાં સત્યે આપી જે પૂતિ કરી છે તેની ગણતરી કાઢવી એ સહેલી વાત નથી.
યુરોપના મધ્યયુગના લેાકસાહિત્યનું મૂળ ભારતવર્ષ છે અને ભારતવર્ષમાં પહેલવહેલુ લેાકસાહિત્ય જૈન પડિતાએ જ સરજાવ્યું છે. જૈન ત્યાગી પુરૂષ મહાન લેાકશિક્ષકા હતા.
શિલ્પ અને સ્થાપત્યમાં પણ જૈને માખરે હતા. કાઈ પણ તીથ એની સાક્ષી આપી શકશે. ઇલેારા જેવા સ્થાનેામાં જૈન કલા–ઉપાસનાના અવશેષો આજે પણ જોઈ શકાય છે. આખુ અને શત્રુજયનાં મદિરાએ કયા કલાપ્રેમીને મંત્રમુગ્ધ નથી કર્યાં? દક્ષિણમાં આજે પણ ગામટેશ્વરની મૂત્તિ કાળની ભયંકરતા સામે જાણે હસતી ઉભી હોય એમ લાગે છે. ઇમ્પીરીયલ ગેઝીટીયર આફ ઇન્ડીયામાં એ સબંધે એક ઉલ્લેખ છે: These colossal monolithic nude Jain statues...are among the wonders of the world......'' જગતનું એ એક આશ્ચય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org