________________
૭૫ પુણક્ષેત્ર ભારતવર્ષ જે પુરૂષના નામથી આજે પણ અંકાયેલું છે, જે ભારતવર્ષના નામે પ્રત્યેક ભારતવાસી અભિમાન અનુભવે છે તે ચક્રવર્તિ–સમ્રા ભરતને બ્રાહ્મણ સંપ્રદાય અને જૈન સંપ્રદાય પણ પોતાના ભક્તિભા ભર્યા વંદન ધરે છે.
જે રઘુપતિના ચરિત્રવર્ણનથી બ્રાહ્મણ સાહિત્ય ગુંજી રહ્યું છે તે રામચંદ્રને પણ જેનેએ પિતાના સમાજની અંદર સ્વીકાર્યો છે. દ્વારકાધિપતિ શ્રીકૃષ્ણ અને એમના વડીલ બધુને પણ જેનોએ પોતાના સાહિત્યમાં સારું જેવું સ્થાન આપ્યું છે. એમના એક આમીય–શ્રી નેમિનાથ તો જૈન ધર્મના બાવીસમા તીર્થંકર હેવાનું સૌભાગ્ય ધરાવે છે. ગૌતમ બુદ્ધના જન્મ પહેલાં, અઢીસો વર્ષ ઉપર જૈન ધર્મના વીસમા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું શાસન પ્રવર્તતું હતું. એ બધાનું અતિહાસિક મૂલ્ય ગમે તેવું અંકાય, પણ આટલું તો સ્વતસિદ્ધ છે કે મહાવીર સ્વામીના આવિર્ભાવ પહેલાં ભારતવર્ષમાં જૈન ધર્મને પ્રભાવ વર્તાતે હતા. બૌદ્ધ ધર્મના પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથોમાં જે “નાયપુર” તેમ “નિગ્રંથ” ને નામોલ્લેખ મળે છે તે બુદ્ધની પહેલાના હતા એ વિષે જરાય શંકાને સ્થાન નથી. જેનધર્મ બુદ્ધ ધમની શાખા તો નથી જ, બુદ્ધ ધર્મ કરતાં પણ ઘણે પ્રાચીન છે. એટલે જ અમે અહીં ફરીથી કહેવા માગીએ છીએ કે ભારતીય દર્શન, ભારતીય-સભ્યતા–ભારતીય સંસ્કૃતિના સંપૂર્ણ ઈતિહાસમાં જૈનધર્મને પણ અગત્યનું સ્થાન છે.
અતિ પુરાણા સમયની અધું સ્પષ્ટ કે અસ્પષ્ટ વાતને જવા દઈએ. ઇતિહાસનું સવાર ઉઘડે છે તે વખતથી જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org