________________
અસ્તિત્વ સિદ્ધ કરે છે. માણસનું જ્ઞાન મર્યાદિત છે, પણ મર્યાદા જ સર્વજ્ઞત્વ પૂરવાર કરે છે
જૈન ઇશ્વરના સંબંધમાં એવી જ મતલબનું કહે છે. અનાદિ કાળના કર્મનાં બંધનને યોગે જીવ અ૯પ૪ છે, જ્ઞાનાવરણીય કર્મોને લીધે એનું જ્ઞાન ઢંકાએલું રહે છે. આ આવરણ દૂર થતાં જ જીવ અનંતજ્ઞાનનો અધિકારી બને છે-સર્વજ્ઞ બને છે, અને જે જે મહાપુરૂષ આ કર્મબંધન કાપીને, મોક્ષે ગયા છે તે બધા પણ સર્વજ્ઞ હતા–છે. કમ એ જીવના મૂળ સ્વભાવની આડે આવે છે. કર્મબંધનને લીધેજ જીવ અલ્પજ્ઞ રહે છે. એ બંધન દૂર થતાં જીવ પોતાની સ્વાભાવિક જ્ઞાનદશા પ્રાપ્ત કરે છે. મતલબ કે જીવોનાં બંધન નું મર્યાદિત જ્ઞાન એટલું પૂરવાર કરે છે કે જીવની મુક્તિ અને સર્વજ્ઞતા સંભવિત છે.
જીવોની સંખ્યા પાર વિનાની છે. પ્રત્યેક જીવ કર્મબદ્ધ અને અલ્પજ્ઞ છે; જે ઘડીએ બંધનદશા અને અલ્પજ્ઞતામાંથી છૂટે તેજ પળે એ મુક્ત અને સર્વજ્ઞ બને, એ વાત જે બુદ્ધિમાં ઉતરતી હોય તે આટલું નક્કી સમજી લેવું કે એક ઈશ્વર સર્વતો મુક્ત-સર્વજ્ઞ છે એમ નહીં પણ પ્રત્યેક મુકત જીવ સર્વજ્ઞત્વને અધિકારી છે. એ સિદ્ધાન્ત જ યુક્તિયુક્ત છે. | મુક્તિપદને પામેલે જીવ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એજ ઈશ્વર જૈનાચાર્યો એ જ વાત કહે છે.
મીમાંસકે એ સર્વજ્ઞત્વાદને ઈન્કાર કરે છે. તેઓ કહે છે કે સર્વજ્ઞતા અસંભવિત વસ્તુ છેઃ
सर्वज्ञो दृश्यते तावन्नेदानीमस्मदादिभिः । . दृष्टो न चैकदेशोऽस्ति लिङ्गं वा योऽनुमापयेत् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org