________________
૨૩
પાશ્ચાત્ય
દનમાં
" સાવાદ ’ “ થિ-ઝિમ (Theism) નામે ઓળખાય છે. સ્રષ્ટાવાદના પ્રતિપાદનમાં તેઓ કંઈક આવી મતલબનું કહે છેઃ—“એક ઘડીયાળ લ્યે. એના કાંટા તથા સ્પ્રીંગ વગેરે જીએ; એ બધાં કેવી નિયમિત રીતે તપેાતાનાં કામ કરે છે એ તપાસા, તમારી ખાત્રી થશે કે આ યંત્ર કોઈ એક બુદ્ધિમાન સિવાય અની શકે નહીં. ઘડીયાળ ઉપરથી એ ઘડીયાળના એક મેકર’છે એમ જરૂર તમને લાગશે. હવે તમે અસીમ-અનંત આકાશ તરફ નજર કરે!, કેટકેટલા ગ્રહે!-નક્ષત્રેા પાતપાતાની મર્યાદામાં વ્યવસ્થિત રીતે વિચરે છે તે તપાસેા. તમને ક્યાંઈ ગરબડ–ગોટા જેવું નહીં દેખાય. આકાશ જ શા સારૂં? પૃથ્વીના પેટાળમાં ઉંડા ઉતરીને જુએ. એક ઉપર ખીજું, ખીજા ઉપર ત્રીજું એમ કેટકેટલા થર પથરાયલા રહ્યા છે? આ પૃથ્વી એક વાર વરાળના પિંડ જેવી હતી. એની ઉપર કાણુ જાણે કેટલીયે જાતના સૌંસ્કારે। થયા અને આખરે આપણા જેવા મનુષ્યા તથા બીજા અસંખ્ય પ્રાણીઓને રહેવા લાયક બનાવી ઝાડ -પાન-કૂળ વગેરેને વિકાસ જીએ ! ક્રમવિકાસની અવિચ્છિન્ન ધારામાં શું તમને કાઇ પરમ બુદ્ધિશાળીના હાથ નથી જણાતા ? ખીજું બધું જવા દ્યો. એકલા શરીરને જ વિચાર કરે. પશુ-પક્ષીના અંગ-પ્રત્યંગ ગેાઠવવામાં કેટલી ખૂખી અને કેવી ઝીણવટથી કામ લીધું છે? માણસના અગા પાંગની ગાઠવણ કેટલી અદ્ભુત છે ? ’” પાશ્ચાત્ય સ્રષ્ટાવાદીએ આમ કહી ખૂબ ખૂબ પ્રમાણેા આપી કહે છે કે એક બુદ્ધિમાન સરજનહાર જરૂર હાવા જોઈએ. એ જ ઈશ્વર. એની અનંત કરૂણા જગત-સ્રષ્ટિરૂપે જ પ્રકાશ પામી રહી છે.
આ
Jain Education International
For Private & Personal Use Only
99
www.jainelibrary.org