________________
જૈન દષ્ટિએ ઈશ્વર
ઈશ્વર એટલે શું?
66
ગ્રહેા અને નક્ષત્રાથી ભરપૂર એવા આ અનંત વિશ્વના કાઇ એક સરજનહાર હાવા જોઇએ. એ સરજનહારની જ આજ્ઞાથી નિયમિત રીતે સૂર્ય ચંદ્ર ઉગે છે, એના જ શાસનને માની પવન ઘડીભર આરામ ભાગવ્યા વિના સતત વહે છે, વરસાદ પડે છે, સંતાપ માત્ર શમે છે, પશુ-પક્ષીતરૂ-લતા-જીવજન્તુ સર્વ નવજીવન પામે છે. સરજનહાર ન હોય તે। આ સુખ દુઃખમય જગત, આવું નિત્યનૂતન, વિચિત્ર અને નિયમબદ્ધ રહી જ ન શકે.” આમ સામાન્ય માણસા માને છે અને જોઈ શકાતા નથી છતાં એક સ્ત્રષ્ટા હાવા જોઇએ અને તે જ ઈશ્વર છે એમ કહે છે. હિન્દુ જ નહીં પરંતુ ખ્રીસ્તીઓ, મુસલમાને અને યાહુદીએ પણ એવા સરજનહારને જ ઈશ્વરને નામે ઓળખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org