________________
એને અધ્યાત્મ–પદાર્થ માનવા સિવાય ચલાવી શકાય નહીં. એને એમ અર્થ એ થયો કે વિભિન્ન ગુણત્રય, પ્રકૃતિના આત્મવિકાસમાં પ્રકારત્રય ગણાય. પ્રકૃતિને સ્વભાવતઃ એકાન્તવિભિન્ન ગુણત્રયનું અચેતન સંઘર્ષક્ષેત્ર જ માનવામાં આવે તો પ્રકૃતિમાંથી કોઈ પદાર્થ ન ઉદ્ભવે. પ્રકૃતિને અધ્યાત્મ પદાર્થ માનીએ તે જગતવિકાસને ખુલાસે મળી રહે.
પ્રકૃતિએ જન્માવેલા તોમાં પહેલું તત્વ મહત્તત્વ અથવા બુદ્ધિતત્ત્વ છે. એ કંઈ પત્થર જેવું જ પરમાણુ નથી; એ અધ્યાત્મપદાર્થ છે. તે પછી ઈન્દ્રિય, પંચતન્માત્રા અને ધીમેધીમે મહાભૂતને ઉભવ મનાય છે. પ્રકૃતિને સંપૂરૂપે જડ માનીએ તો પ્રકૃતિમાંથી વિશ્વનો જન્મ એક અર્થહીન વ્યાપાર બની જાય. મહત્તવ અથવા અહંકાર અધ્યાત્મપદાર્થ છે. અને કપિલને પિતાનો મત એવો જ છે કે કાર્ય અને કારણ એક જ સ્વભાવના પદાર્થ હોય છે. એટલે પ્રકૃતિમાતાએ જમાવેલ તરાની જેમ માતા અને સંતાને પણ અધ્યાત્મ પદાર્થો જ છે એમ માનવું યુક્તિસંગત લેખાશે. પ્રકૃતિ જે સંપૂર્ણપણે જડ સ્વભાવવાળી હોય તે જડ સ્વભાવી પંચતમાત્રાના જન્મ પહેલાં પેલા બે અધ્યાત્મપદાર્થ કેવી રીતે જમ્યા તે નથી સમજાતું. મતલબ કે પ્રકૃતિને અધ્યાત્મપદાર્થ માન્યા વગર છૂટકે જ નથી. પ્રકૃતિ બીજરૂપી ચિતપદાર્થ છે. એને પૂર્ણરૂપે વિકસવા માટે સૌ પહેલાં લક્ષ્ય જ્ઞાન તથા આત્મજ્ઞાનની જરૂર પડે છે અને એમાંથી બુદ્ધિ તથા અહંકાર જન્મે છે. પછી પ્રકૃતિ પોતાની અંદરથી આમવિકાસના કરણસ્વરૂપ જરૂર પ્રમાણે ક્રમે ક્રમે ઈન્દ્રિય, તન્માત્રા, મહાભૂતાદિ જેવા જડ તો સરજે છે. એ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org