________________
પ્રકૃતિને અધ્યાત્મપદાર્થ અને તેની સંતતિને પ્રકૃતિને આ વિકાસના સાધનરૂપ માનવાથી સાંબે કહેલી જગત–વિવર્તા ક્રિયા બરાબર સમજાય છે.
પ્રકૃતિતત્ત્વને અધ્યાત્મપદાર્થપે માન્યા સિવાય બીજે ઈલાજ નથી. અને પ્રાચીન કાળમાં કોઈને એવી કલ્પના નહીં આવી હોય એમ પણ ન કહી શકાય. કઠપનિષની ત્રીજી વલ્લીના નીચેના ૧–૧૧ મા શ્લોકમાં પ્રકૃતિને અધ્યાત્મસ્વભાવરવરૂપે ઓળખાવી છે અને સાંખ્યદર્શનને વેદાન્ત દર્શન નમાં પરિણમાવવાનો એ ખુલ્લે પ્રયત્ન હેય એમ પણ લાગશે.
इन्द्रियेभ्यः पराह्यर्थाः अर्थेभ्यश्च परं मनः । मनसश्च परा बुद्धिबुद्धरात्मा मह्मन् परः ।। महतः परमव्यक्तमव्यक्तात् पुरुषः परः ।
पुरुषान्न परं किंचित् सा काष्टा सा परा गतिः ।। “ઇન્દ્રિો કરતાં અર્થો શ્રેષ્ઠ છે, અર્થ કરતાં મને શ્રેષ્ઠ છે, મન કસ્તાં બુદ્ધિ, બુદ્ધિ કરતાં મહાત્મા, મહત કરતા અવ્યક્ત, અવ્યક્ત કરતાં પુરૂષ શ્રેષ્ઠ છે. પુરૂષ કરતાં બીજે કઈ શ્રેષ્ઠ નથી. પુ જ સીમા અને શ્રેષ્ઠ ગતિ છે.”
જૈન દર્શનની માનીનતા એથી સાવ જૂદી છે. જૈન દર્શન અજીવ તત્વ માને છે. સંખ્યામાં તે એક કરતા વધુ છે એટલું જ નહીં પણ અજીવને અનાત્મસ્વભાવ માન્યો છે. ઉપર બતાવ્યું, તેમ સાંખ્યના અવતત્વને કિંવા પ્રકૃતિને અધ્યાત્મપદાર્થસ્પે પરિણાવી શકાય, પરંતુ જૈન દર્શનમાં અજીજ તને તો કઈ રીતે છવ સ્વભાવની કોટિમાં મૂકી શકાય જ નહીં. આ અજીવ પાંચ છે–પુગલ નામના જડ પરમાણ, ધર્મ નામનું સ્થિતિતત્ત્વ (ધર્માસ્તિકાય ) અધમ નામનું સ્થિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org