________________
૨૦
સાંખ્ય દર્શને અવતત્ત્વ એટલે કે પ્રકૃતિ એક જ માની છે, પરંતુ જૈન દર્શનમાં અવના પાંચ ભેદ છે અને એ પાંચમાં પુદ્ગલ તે। અનંતાનંત પરમાણુમય છે. સાંખ્ય એ જ તત્ત્વ માને છે ત્યારે જૈન દર્શનમાં ઘણાં તત્ત્વા છે. એક ખીજો મુખ્ય ભેદ એ છે કે કપિલ દન ઘણે અંશે ચૈતન્યવાદી દેખાય છે ત્યારે જૈન દર્શન જાણે કે જડવાદની નજીકમાં જતું હાય એમ લાગે છે. (પરંતુ અહીં કોઇ એવી ભૂલ ન કરે કે સાંખ્ય દર્શન પૂર્ણરૂપે ચૈતન્યવાદી છે અને જૈન દર્શન જડવાદી છે. લેખકના એમ કહેવાના મુદ્દલ આશય નથી. ) સાંખ્ય દર્શનના અભ્યાસીને સૌ પહેલાં એવા પ્રશ્ન ઉદ્ભવે કે “પ્રકૃતિનું સ્વરૂપ શું ?” એ જડસ્વરૂપ છે કે ચેતન્ય સ્વરૂપ ? હવે પ્રકૃતિ સંપૂર્ણ જડ છે એમ તેા માની શકાય જ નહીં. સાધારણ રીતે આપણે જેને જડ કહીએ છીએ તે તેા પ્રકૃતિની વિકૃતિક્રિયાનું છેલ્લું પરિણામ હોય છે, તેા પછો પ્રકૃતિ એટલે શું સમજવું? જૂદા જૂદા ભાવવાળા ગુણીની સામ્યાવસ્થા એ જ પ્રકૃતિનું સ્વરૂપ એવી મતલબનું એ સાંખ્ય દને અસ્પષ્ટરૂપે લક્ષણ આપ્યું છે; પણ ઇન્દ્રિયગ્રાહ્ય ઉપરાક્ત જડ પદાર્થી, વિભિન્નભાવી ગુણત્રયની સામ્યાવસ્થારૂપ તે નથી જ એ દેખીતી વાત છે. ‘બહુ' ની અંદર જે ‘એક' છે, વિવિધ સંધ પરાયણ ગુણુપર્યાયેાની અંદર પણ જે પોતાનું એકત્વ અથવા અદિતીય જાળવી શકે છે તેને તેા જડ પદાર્થ કહેવા કરતાં અન્ધ્યાત્મ-પદાર્થ કહેવા એ વધારે ઉચિત છે, ભૂયાદન તેમ જ તત્ત્વવિચારણા પણ એ જ સિદ્ધાંતનું સમર્થાંન કરે છે. ભિન્નભિન્ન ભાવવાળા ત્રણ ગુણવડે વિશિષ્ટ પ્રકૃતિ જો જગવિવરૂપી ક્રિયા સતત કરી રહી હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org