________________
૧૧
જીવને વિષે કર્મને આશ્રવ થવાથી જીવ “બંધ' દશાને પામે.
પ્રતિ–રિત્રગુમાર-કશાસ્તધિયઃ (તત્વાર્થ સત્ર)
પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશભેદે કરીને બંધ પણ ચાર પ્રકારના છે. કર્મ અનુસારે જ બંધને વિચાર કરાય. કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશની દૃષ્ટિએ કર્મબંધ ચાર પ્રકારે વિવેચી શકાય.
કર્મની પ્રકૃતિ કર્મ, ઘાતી અને અઘાતી એમ બે પ્રકારે છે. જીવના અનંતજ્ઞાન આદિ સ્વભાવિક ગુણોને વાત કરે તેથી તે ઘાતી કર્મના નામે ઓળખાય. આ ઘાતી કર્મ પણ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાયના ભેદે ચાર પ્રકારના છે. વેદનીય, આયુ, નામ અને ગોત્ર એ ચાર અઘાતી કર્મના નામે ઓળખાય છે. કર્મ આઠ પ્રકારના હોવા છતાં તેના
અવાન્તર ભેદ ૧૪૮ છે. (૧) જ્ઞાનાવરણય કર્મ, જીવના પાંચ પ્રકારના જ્ઞાનને
ઢાંકી રાખે. એના પણ પાંચ ભેદ છે. (૧) મતિ-જ્ઞાનાવરણય–મતિજ્ઞાનને ઢાંકી રાખે. (૨) શ્રત-જ્ઞાનાવરણુય-શ્રુતજ્ઞાન અર્થાત આગમ
જ્ઞાનને આવરે. (૩) અવધિ-જ્ઞાનાવરણીય-અવધિજ્ઞાનને આવરી રાખે. (૪) મન પર્ય–જ્ઞાનાવરણીય–બીજાના મનના ભાવ
પારખવાની જ્ઞાનશક્તિને ઢાંકી રાખે. (૫) કેવલ-જ્ઞાનાવરણીય-કેવળજ્ઞાનને--સર્વજ્ઞતાને આવરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org