________________
જૈનને કર્મવાદ
(૨)
કર્મ પુદગલ સ્વરૂપ છે, જીવ–પદાર્થનું વિરોધી છે. જીવના રાગ-દ્વેષાદિ વિ–ભાવને લીધે જીવતે વિષે કર્મને આશ્રવ થાય છે; અથવા જીવ કર્મ બાંધે છે એમ કહીએ તો પણ ચાલે. રાગ-દ્વેષાદિ છવના વિ-ભાવ, દ્રવ્ય કર્માસ્ત્રવનાં નિમિત્ત કારણ છે. જીવના વિ-ભાવો ભાવકર્મને નામે ઓળખાવા છતાં, દ્રવ્ય કર્મના એટલે કે પુદ્ગલ સ્વભાવવાળા કર્મના ઉપાદાન કારણ રૂપ નથી. કારણ કે પુગલ જ પુગલનું ઉપાદાન કારણ હોઈ શકે. પુદ્ગલ–વિધી છવ વિભાવ, શી રીતે પુદ્ગલનું ઉપાદાન કારણ બની શકે ? જીવના વિભાગ, અર્થાત ભાવકર્મને ઉદય જીવને વિષે દ્રવ્ય કર્મને આશ્રવ કરાવે, તેથી જ તો જીવના વિભાવ દ્રવ્ય-કર્માસ્ત્રમાં નિમિત્ત કારણ મનાયા છે, અને દ્રવ્ય કર્મ પણ ભાવકમમાં નિમિત્તરૂ૫ છે. આ જૈન સિદ્ધાંત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org