________________
૧૩૮
ભરતક્ષેત્રને વિષે આવેલી વારાણસી નગરીમાં જન્મશે. ઇક્ષ્વાકુ વશના મહારાન્ત અશ્વસેન અને એમનાં ધર્મપત્ની પતિવ્રતા નારી વામા દેવી એ મહાપુરૂષના પિતા તથા માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરશે.’’
એ પછી ધનકુમેરે વારાણસીમાં રાજ રાજ ત્રણ કરોડ જેટલાં રત્ના વર્ષાવવા માંડયા, કલ્પવૃક્ષનાં પુષ્પો વેરવા માંડયાં, દિવ્ય ગધમય નિલ જળ છાંટવા માંડયું આકાશમાં દેવદુન્દુભિ ગડગડી રહ્યા, આકાશમાં રહ્યા રહ્યા દેવાએ સ્તુતિગાન આરભ્યાં. વારાણસીમાં ઐશ્વર્યનાં પૂર વહી નીકળ્યાં. લેકાના આનંદની અવધ ન રહી.
એક પુણ્યરાત્રીએ વામાદેવીએ ચૌદ સ્વપ્ન નીરખ્યાં : સ્વપ્ન જોઇને જાગૃત થએલી મહારાણીએ સ્વપ્ન સંબંધી વૃત્તાંત મહારાજાને કહી સંભળાવ્યેા. તીર્થંકર યા તે ચક્રવર્તી ગર્ભમાં આવે ત્યારે એમની માતા આવાં શુભ સ્વપ્ન જુએ છે એ વાત તેઓ જાણતાં હતાં. વારાણસીના મહારાજાએ તેમજ દેવલાકના દેવાએ પણ એ ઉત્સવ ખૂબ ખૂબ આનંદથી ઉજવ્યેા.
નવ માસ પૂરા થતાં, પોષ માસની કૃષ્ણ દશીને દિવસે વામાદેવીએ પુત્ર રત્નને જન્મ આપ્યું. એ જ વખતે ઇંદ્રનાં આસન ડેમાં ! દિશાના મુખ હર્ષાવેશને લીધે ઝળહળી રહ્યાં. નારકીના જવાને પણ એક ઘડી સુખ ઉપજ્યું. વાયુની લહરીમાં પ્રમેાદની માદકતા વ્યાપી રહી. ત્રણે ભુવનેાએ અપૂ ઉદ્યોત અનુભવ્યા. પુત્રનું નામ શ્રી પાર્શ્વનાથ રાખવામાં આવ્યું.
(૧)
પ્રભાવતી, કુશસ્થળના રાજવીની રાજકન્યા છે. એક વાર તે પેાતાની સખીએ સાથે વનમાં ક્રીડા અર્થે ગઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org