________________
૧૪૮ અંદરના પર્વતો એક છેડેથી બીજા છેડા સુધી વિસ્તરેલા પડ્યાં છે. પણ ધાતકીખંડ કંકણ અથવા તે ચક્રની જેમ છે. પડામાં ઘણું આરા હોય છે તેમ ધાતકી ખંડ પર્વતેથી વહેચાયેલો છે. પર્વતોની વચ્ચેનો પ્રદેશ એક એક ક્ષેત્ર ગણાય છે. એ ખંડમાં બાર પર્વત છે. બે મેરૂ અને ચૌદ ક્ષેત્ર છે. આ ખંડમાં ૬૮ કર્મભૂમિ અને ૧૨ ભોગભૂમિ છે.
ધાતકી ખંડની પછી કાલોદ સમુદ્ર અને તે પછી પુષ્કરદ્વીપ આવે છે. કાલોદ સમુદ્રને વિસ્તાર આઠ લાખ જનને છે, અને પુષ્કરદ્વીપનો વિસ્તાર ૧૬ લાખ જનને છે. પુષ્કરદ્વીપના અર્ધા ભાગમાં, એટલે કે ૮ લાખ એજનની અંદર ધાતકીખંડની જેમજ ક્ષેત્ર તેમજ પર્વત છે. બાકીના આઠ લાખને વિષે ક્ષેત્ર વિભાગ આદિ નથી. પુષ્કરદ્વીપની બરાબર મધ્યમાં માનુષત્તર નામનો એક પર્વત છે. આ પર્વતની બહાર મનુષ્યની ગતિ કે આવાસ નથી. વિદ્યાધરે. અને દિવાળા ઋષિઓ પણ ત્યાં જઈ શક્તા નથી. એટલા સારૂ એનું નામ માનુષોત્તર રાખવામાં આવ્યું છે. માનુષત્તર પર્વતના બહારના ભાગમાં કેવળ ભોગભૂમિ છે. પશુઓ જ વસે છે.
જબુદ્ધીપમાં, ધાતકીખંડમાં અને અર્ધા પુષ્કરદ્વીપમાં એટલે કે અઢી દ્વીપમાં અને લવણેદ તથા કાલોદ સમુદ્રમાં મનુષ્યજાતિ આવ જ કરી શકે છે. મનુષ્યજાતિના આ આવાસસ્થાનમાં ૯૬ અન્તર્લિપ છે. ૪ આ અંતરીપોમાં
જે વિદ્યાચારણું તથા અંધાચારણ ત્યાં જઈ શકે છે–ભગવતી સૂત્ર. | ઝ વેતામ્બર સાહિત્યમાં પ૬ અંતદ્વીપ કહ્યા છે, જ્યાં પણ કેવળ અકર્મભૂમિ સુગભૂમિ હેવાનું વિધાન છે; જ્યાંના મનુષ્ય મનુષ્ય આકૃતિવાળા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org