________________
છે. વિદેહક્ષેત્રની ૩૨ કર્મભૂમિમાં દરેકને વિજય (વૈતાઢય) પર્વત અને બે બે ઉપનદીઓ હોય છે.
પાંચમા, છઠ્ઠા ક્ષેત્રમાં બે બે મહાનદીઓ અને એક એક પર્વત છે. આ બે ક્ષેત્રો મધ્યમ તથા જધન્ય ભોગભૂમિ ગણાય છે, કર્મભૂમિ તથા ભોગભૂમિના સ્વરૂપ વિષે હવે પછી કહીશું.
ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર એ બે ક્ષેત્રો એવાં છે કે જ્યાં કાળચક્ર પ્રમાણે જીવનાં આયુ, શરીર, શકિત વગેરેમાં ફેરફાર થયા કરે છે. જે વખતે જીવનાં શરીર વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિ ભોગવતાં હોય તે કાળનું નામ ઉત્સર્પિણી કાળ અને
જે વખતે ક્ષીણ દશા ભોગવતાં હોય તે કાળનું નામ અવસર્પિણ કાળ. આ બે પ્રકારના કાળના છ છ આરા છે. સુખમા સુખ, સુખમા, સુખમા-દુઃખમા, દુઃખમા–સુખમા, દુઃખમાં, દુઃખમા-દુઃખમા. આજે અવસર્પિણી કાળનો દુઃખમા નામને પાંચમે આરે ચાલે છે. છઠ્ઠો આ ઘણો જ દુઃખદાયક છે તે હજી આવવાનું બાકી છે. તે પછી પાછો ઉત્સર્પિણી કાળ શરૂ થશે. કાળના પ્રભાવે જીવનાં આયુ, શરીર, શક્તિ વગેરેમાં વધઘટ થાય છે. તે જ પ્રમાણે ભરત, ઐરાવતની ભૂમિને વિષે પણ કેટલાક ફેરફાર થાય છે.
જબુદીપની ચોતરફ લવણોદ મહાસમુદ્ર છે. આ સમુદ્રના એક કિનારાથી સામા કીનારા સુધીનું અંતર પાંચ લાખ * એજનનું છે. લવણસમુદ્રને વીંટીને ધાતકીખંડ છે. એ પણ દીપ છે. એનો વિસ્તાર લવણેદ કરતાં બમણ અને જબુદીપ કરતાં ચારગણે છે. સમુદ્ર સાથે એનો વ્યાસ ૧૩ લાખ જનને છે. જંબુડીપ થાળી જે ગોળ હોવાથી, એની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org