________________
સુવર્ણ જેવું છે. એનો આકાર અર્ધ ગોળાકાર અને એને વ્યાસ ૨૮૬૧ યોજનથી પણ કિંચિત વધારે છે. સૂર્યવિમાનની પરિધિ વ્યાસથી ત્રણ ગણું કરતાં સહેજ વધુ થાય. સોળ હજાર સેવકો સૂર્યવિમાન ધરી રહ્યા છે. એ વિમાનને વિષે સૂર્યદેવ પિતાના પરિવાર સાથે રહે છે.
વૈમાનિક દેવો તિષ્ક દેવો કરતાં પણ ઉપર છે. તેઓ ઊર્ધ્વ લોકને વિષે વસે છે. સુમેરૂ પર્વતના શિખરથી ઉર્વી લોકો આરંભ થાય છે. એના સોળ ક૯૫ અથવા સ્વર્ગ કરવામાં આવ્યા છે.+ (૧) સૌધર્મ કલ્પ ઉત્તર દિશામાં. (૨) ઈશાન કલ્પ, દક્ષિણ દિશામાં. આ બે સ્વર્ગની ઉપર અનુક્રમે (૩) સનત કુમાર કલ્પ અને (૪) માહેન્દ્ર ક૯૫. એની ઉપરે (૫) બ્રહ્મ કલ્પ અને (૬) બ્રહ્મોત્તર કલ્પ. એની ઉપર (૭) લાંતવ અને (૮) કાપિક. એની ઉપર (૯) શુક્ર કલ્પ અને (૧૦) મહાશુક કલ્પ. એની પછી (૧૧) શતાર
અને (૧૨) સહસ્ત્રાર કલ્પ. એની ઉપર (૧૩) આનત અને (૧૪) પ્રાણત. એની પછી (૧૫) આરણ કલ્પ અને (૧૬) અચુત કલ્પ. આ સોળ કલ્પ ઉપર બાર ઈદ્રોનો અધિકાર છે. સૌધર્મેન્દ્ર, ઈશાનંદ્ર, સનતકુમારેદ્ર અને મહેન્દ્ર અનુક્રમે પહેલા, બીજા ત્રીજા અને ચોથા સ્વર્ગના અધિપતિ છે. બ્રહ્મ અને બ્રહ્નોત્તર - + શ્વેતામ્બર-દિગમ્બર સમ્મત તત્વાર્થસૂત્ર અધ્યાય ૪ સૂત્ર ૩ શાણપંચ દ્વારા વિદ્યાઃ વરૂપોન્નપર્યતા: માં ૧૨ દેવલોકનું વિધાન છે, છતાં અહીં ૧૬ દેવલોક લખ્યા છે તે તથા તેની પછીની દેવલોક સંબંધીની હકીકત દિગબર શાસ્ત્રમાં વિશિષ્ટતારૂપ વર્ણવેલી છે જેનું અવતરણ ભટ્ટાચાર્યજીએ અહિં કર્યું હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org