________________
૧૩૮
કલ્પ બ્રહ્મન્દ્રના અધિકારમાં છે. લાંતવ ઈન્દ્ર સાતમા અને આઠમા કલ્પને સ્વામી છે. શુક્ર અને મહાશુક્ર કલ્પનું સંરક્ષણ શુક્રેન્દ્ર કરે છે. શતાર ઈન્દ્ર અગીયારમા–બારમા સ્વર્ગને સંભાળે છે. આનર્તે, પ્રાણોંક, આરણે અને અમ્યુકેંદ્ર અનુક્રમે ૧૩ મા, ૧૪, ૧૫ મા અને ૧૬ મા ક૫ના અધિસ્વામી છે. સોળમા કલ્પ અથવા સ્વર્ગ સુધીમાં જે વૈમાનિક દેવો વસે છે તેઓ કલ્પપપનના નામથી પ્રસિદ્ધ છે. સોળ સ્વર્ગની ઉપર ચૈવેયક નામના વિમાન છે, તેની ઉપર અનુદિશ અને અનુદિશ-વિમાનની ઉપર અનુત્તર નામે વિમાન આવેલ છે.
કલ્પાતીત વિમાનોમાં કપાતીત નામના વૈમાનિક દેવ રહે છે. સોળ કલ્પ અને કલ્પાતાત વિમાને ૬૩ ભાગ (પટલ)માં વહેચાયેલા છે. તેમાં સૌધર્મ અને ઈશાન કલ્પના બધા મળીને ૩૧ છે. જેમ કે (૧) ઋતુ (૨) ચન્દ્ર (૩) વિમલ (૪) વલ્થ (૫) વીર (૬) અરૂણ (૭) નંદન (૮) નલિન (૯) રહિત (૧૦) કાંચન (૧૧) ચંચત (૧૨) મારૂત (૧૩) ઋદ્ધીશ (૧૪) વૈડૂર્ય (૧૫) રૂચક (૧૬ ) રૂચિર (૧૭) અંક (૧૮) સ્ફટિક (૧૯) તપનીય ( ૨૦ ) મેઘ (૨૧) હારિક (૨૨) પલ્મ (૨૩) લોહિતાક્ષ (૨૪) વજી (૨૫) નંદ્યાવર્તા (૨૬) પ્રશંકર (૨૭) પિષ્ટાક (૨૮) ગજ (૨૯) મસ્તક (૩૦) ચિત્ર (૩૧) પ્રભ. ત્રીજા અને ચોથા સ્વર્ગમાં ૭ સમૂહ છે: (૩ર) અંજન (૩૩ ) વનમાલ (૩૪) નાગ (૩૫) ગરુડ (૩૬ ) લાંગલ (૩૭) બલભદ્ર (૩૮) ચક્ર. પાંચમા અને છઠ્ઠા કલ્પમાં ૪ ભાગ છેઃ (૩૯) અરિષ્ટ (૪૦) દેવસમિતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org