________________
૧૩૩ સ્થાન. પ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય ક્ષીણ બનવા છતાં જીવ સંપૂર્ણપણે સંયત બને, છતાં એમાં યે પ્રમાદ રહી જાય તે પ્રમત્ત સંયત નામનું છઠું ગુણસ્થાન. એ પછી સંજવલન નામક કષાય નષ્ટ થવાથી (મન્દ થવાથી ) પૂર્ણ સંયત જીવ પ્રમાદના પંજામાંથી છૂટો થઈ જાય તો તે અપ્રમત્ત નામના સાતમા ગુણસ્થાને પહોંચે. મોક્ષમાર્ગને મુસાફર ક્રમે ક્રમે અપૂર્વ શુકલ ધ્યાન પ્રાપ્ત કરી, વિશુદ્ધિ પામે તે અપૂર્વકરણ ગુણસ્થાન. એ અપૂર્વ શુકલધ્યાન ખૂબ ખૂબ વૃદ્ધિ પામતું થયું મેહકમ સમૂહના પૂલ અંશને ક્ષણ કરે ત્યારે જીવ અનિવૃત્તિ કરણ નામના નવમાં ગુણસ્થાનકે આરૂઢ થાય. એ રીતે કષાયો પાતળા પાડતો જીવ સમકષાય ગુણસ્થાને પહોંચે. સર્વ પ્રકારના મેહ ઉપશાંત થતાં જીવ જે ગુણસ્થાને આવે તેનું નામ ઉપશાંત કાય. મેહને સમૂહ સંપૂર્ણપણે ક્ષય પામે એટલે જીવ બારમું ગુણસ્થાન મેળવે. એ બારમા ગુણસ્થાનનું નામ ક્ષીણ કવાય. તે પછી ચાર પ્રકારના ઘાતિકર્મ નાશ પામતાં જીવને નિર્મલ એવું કેવળજ્ઞાન ઉપજે. એ યોગ કેવલી નામનું તેરમું ગુણસ્થાન થયું. સર્વ પ્રકારના કર્મક્ષય પહેલાંની, અત્ય·ક્ષણવ્યાપી જે અવસ્થા તે ચૌદમું ગુણસ્થાન. એનું નામ અયોગ કેવલી. કર્મનો સંબંધ ત્યાં પૂરે થાય છે.
સંસારી જીવ ઉપરોકત ચૌદ ગુણસ્થાનમાં કોઈ એક સ્થાને હોય છે.
ચૌદ ગુણસ્થાનથી પણ પર, જે અનંત સુખમય, અનિર્વચનીય અવસ્થા છે તે મુકતાવસ્થા. નિખિલ કર્મ સાથેના સંસ્પર્શથી અલગ થઈ, સિદ્ધો લેકાકાશના શિખરે, સિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org