SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શિલાની ઉપર વિરાજે છે. સિદ્ધો સંસાર તરી ગયા હોય છે. તેઓ મુક્ત કહેવાય છે. ત્રણ પ્રકારના જીવ સંસારી, સિદ્ધ અને નોસિદ્ધ-જીવન્મુક્ત એ ત્રણ પ્રકારે જીવના ત્રણ ભેદ પાડી શકાય. કર્મસંયુક્ત જીવ સંસારી છે. કર્મ બે પ્રકારના. ઘાતી અને અધાતી. મુકિત માર્ગને મુસાફર ક્રમે ક્રમે પિતાનાં કર્મબંધન ઢીલાં કરે છે. એ રીતે જે પવિત્ર ક્ષણે સંસારત્યાગી સાધક તેરમે ગુણસ્થાને પહોચે ત્યારે ચાર પ્રકારના ઘાતિકર્મને છેદે છે. એક રીતે એ જીવન્મુક્ત પદ પામે છે. પણ એ વખતે અઘાતી કર્મનો સંયોગ રહેવાથી તે સંયોગ કેવલી અથવા સંપૂર્ણપણે મુક્ત ન થવાથી નોસિદ્ધ નામે પણ ઓળખાય. જીવમુક્ત એક અપેક્ષાએ મુક્ત જ છે, પણ પાર્થિવ શરીર બાકી રહેલું હોવાથી આ ત્રીજે ભેદ રાખ્યો છે. ઘાતિકર્મના નાશથી જીવન્મુક્ત, કેવળજ્ઞાન મેળવે છે, સર્વજ્ઞતા પામે છે અથવા તો અનંત દર્શન અનંતસુખ, અનંતજ્ઞાન અને અનંત વીર્યના એ અધિકારી બને છે. જીવભુત સર્વજ્ઞના સામાન્ય કેવળી અને અર્વ એવા બે ભેદ છે. સામાન્ય કેવળી માત્ર પોતાની મુકિતની જ સાધના કરે છે. અહંત સંસારના સમસ્ત જીવોની મુક્તિ અર્થે ઉપદેશ આપે છે. અહંત એટલે તીર્થકર. સંસાર સમુદ્રમાં રઝળતા જીવોને સારૂ ઉપદેશમય તીર્થનું નિર્માણ તીર્થકરો જ કરે છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચારે સંઘવિભાગને તેઓ ઉપદેશ આપે છે. તીર્થકર જ્યારે માતાના ગર્ભમાં આવે છે, અવતરે છે, દીક્ષા લે છે, સર્વજ્ઞ બને છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005294
Book TitleJinvani
Original Sutra AuthorN/A
AuthorHarisatya Bhattacharya, Sushil
PublisherUnjha Ayurvedic Faramacy
Publication Year1993
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy