________________
૧૧૩ રહે ચા ન રહે, આત્મા હંમેશાં ફૂટસ્થ છે, અપરિણામી છે. ત્રીજી એક વાત તેઓ એવી મતલબની કહે છે કે આત્મા સર્વવ્યાપક અને સર્વગત છે. મૂળ જડ સ્વરૂપ હોવાથી સર્વવ્યાપક ન હોય તે પછી આત્માને જગતના પદાર્થો સાથે સંયોગ કે સંબંધ ન સંભવે અને આત્મા સર્વગત ન હોય તો વિવિધ દિશાઓ અને દેશમાં રહેલા પરમાણુ–સમૂહની સાથે એને યુગપત સંગ ન સંભવે. અને એ પ્રમાણેને સંગ અસંભવિત હોય તો શરીરાદિની ઉત્પત્તિ પણ અસંભવિત જ બની જાય. માટે આત્મા સર્વવ્યાપક છે.
એ દલીલ બધા દર્શને સ્વીકારી શકે નહીં, સાંખ્ય અને વેદાંત આત્માને ચૈતન્ય સ્વરૂપ માને છે. આત્મા જડ પદાર્થ હોય તો તેનાથી પદાર્થ–પરિચ્છેદ અસંભવિત બને. એ અપરિણામી, ફૂટસ્થ હોય તો પણ પદાર્થનું જ્ઞાન ન થાય. અને આત્મા સર્વવ્યાપક હોય તો પછી વિવિધ પ્રકારના આત્માને બદલે વેદાંતે કહેલે ઇમેવદ્વિતીયમ નો સિદ્ધાંત સ્વીકાર કરવાથી ચાલી શકે છે. આ વિરોધને લીધે જૈનદર્શને ન્યાયમતનો પરિહાર કર્યો છે. તે પ્રરૂપે છે કે જીવ ( ૧ ) ચૈતન્ય સ્વરૂપ છે (૨) પરિણામી છે અને (૩) સ્વદેહ પરિમાણ છે.
જૈનદર્શનને યુક્તિવાદ કેટલો સુંદર છે ? તેઓ કહે છે કે જે આત્મા જડસ્વરૂપ હોય તો એને પદાર્થનું જ્ઞાન થાય નહીં. દાખલા તરીકે આકાશ જડસ્વરૂપ છે. આકાશને પદાર્થનું જ્ઞાન થતું નથી તે પછી આત્માને શી રીતે થાય ? તૈયાયિક અહીં બચાવમાં કહેશે કે આત્મા ભલે જડસ્વરૂપ હોય તો પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org