________________
બિંબ પડે છે તેથી સ્ફટિકનું પરિણામ માનવું પડે છે. હવે જે સુખ–દુઃખ પુરૂષમાં પ્રતિબિંબ પામતાં હોય તે તે દ્વારા પુરૂષમાં અમુક પ્રકારનું પરિણામ થાય છે, એટલે કે કેટલેક અંશે ભાતૃત્વ છે એમ કબૂલ કરવું રહ્યું. વળી પરિણામ છે તેથી પુરૂષનું કર્તૃત્વ પણ સ્વીકાર્યા વિના ન ચાલે. આમ છે એટલેજ જેનો જીવને કર્તા તેમજ સાક્ષાત ભોક્તા માને છે. આત્માને ગુણાશ્રય રૂપે સ્વીકારવા છતાં જૈન અને ન્યાય મતમાં છેડે મતભેદ છે. નૈયાયિક આત્માને (૧) જડ સ્વભાવ (૨) ફૂટસ્થ નિત્ય અને (૩) સર્વગત માને છે. અહીં જૈન દાર્શનિકે જુદા પડે છે.
નૈયાયિકના મત પ્રમાણે ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન જ્ઞાન, સુખ વગેરે આમાના ગુણ છે. ગુણ ગુણની સાથે સમવાય સંબંધથી સંકળાયેલા રહે છે. અર્થાત જ્ઞાનાદિ ગુણો આત્માની સાથે સંકળાયેલા ખરા, પણ સ્વરૂપ ને સ્વભાવે આમા નિર્ગુણ છે. જ્ઞાન કે ચૈતન્ય આત્માનો સ્વભાવ નથી. કૈવલ્ય અવસ્થામાં આત્મા સ્વભાવમાં અર્થાત નિર્ગુણભાવમાં રહે છે. જ્ઞાન એ કંઈ આત્માને સ્વભાવ નથી, તેથી ન્યાય મત પ્રમાણે આમા
સ્વરૂપે કરીને અજ્ઞાન, અચેતન અથવા જડ સ્વરૂપ છે. ગ્રીક દાર્શનિક વેટોએ જેમ Idea નો Phenomenon સાથે એકાંત સંયુક્તપણે સ્વીકાર કર્યા પછી પણ ઠેકઠેકાણે Idea નું સાવ સ્વાતંત્ર્ય કર્યું છે તેમ તૈયાયિકોએ આત્માને જ્ઞાનાદિ ગુણ સાથે સમવાય-સંબધ સ્વીકાર્યા પછી પણ એનું જઠત્વરૂપ સ્વતંત્રત્વ સ્વીકાર્યું છે. નૈયાયિકે બીજી એક વાત કહે છે. જેમ આત્મા જ્ઞાનાદિ ગુણોથી સ્વતંત્ર છે તેમ તે પર્યાયાદિ દ્વારા પણ અપરિવર્તિત છે. જ્ઞાનની સાથે સંબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org