________________
૧૧૪
સમવાય–સબંધે એ ચૈતન્ય-સમવેત છે; આકાશ તા તદ્દન જડસ્વરૂપ છે, આકાશને ભલે પદાનું જ્ઞાન ન થાય, પણ આત્માને તેા થાય છે જ. અહીં બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આકાશ અને આત્મા બન્ને જડ છે અને તમે કહેા છે. કે એકને જ્ઞાન થતું નથી અને બીજાને થાય છે, પણ એનુ શુ સબળ કારણ છે તે તમે કળી શકતા નથી. ખરી રીતે એના અથ એટલા જ છે કે આત્મામાં સ્વભાવતઃ ચૈતન્ય છે.
નૈયાયિકા કહે છે કે “પણુ આત્માનું આત્મત્વ કાં જશે? “હું છું” એ પ્રકારના જે નિશ્ચય આપણને થાય છે તે આ આત્મત્વને, અહત્વને આભારી છે. આત્મામાં આત્મત્વ–જાતિ હોવાથી એને વિષે ચૈતન્ય રહે છે. આકાશમાં આત્મત્વ નથી, તેથી ચૈતન્ય પણ નથી.” તૈયાયિકાને એના જવાબમાં એમ કહી શકાય કે આત્મત્વ–જાતિ આત્માને વિષે સમવાય–સંબધે રહે છે એમ જે તમે કહે છે તે ઠીક છે પણ એ રીતે તે! તમારી યુક્તિ “અન્યાન્ય સશ્રય” દોષથી બચી શકતી નથી. આત્માને વિષે આત્મત્વને પ્રત્યય થાય છે આકાશવને નથી થતા; તે જ પ્રમાણે આકાશને વિષે આકાશવને પ્રત્યય થાય છે, આત્મત્વના નથી થતા. મતલબ કે કયા પદાર્થને વિષે કઈ જાતિને સમવાય છે તે, તે વિષેના પ્રત્યય ઉપરથી સિદ્ધ થાય છે. અને આ પ્રત્યય-વિશેષની તપાસ કરવા લાગીએ તે। . આત્મામાં આત્મત્વ સમવેત છે તેથી આકાશવને પ્રત્યય નથી થતા અને આકાશમાં આકાશત્વ છે તેથી ત્યાં આત્મતના પ્રત્યય નથી થતા. માટે એ યુક્તિના કઈ અથ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org